બદનક્ષીના કેસમાં હાજરી આપવા રાહુલ ગાંધી ગુરુવારે સુરત આવશે

રાહુલ ગાંધીના આગમનની તૈયારી કરવા સુરત આવેલા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ દારૂબંધી અંગે સીએમ રૂપાણી પર પ્રહારો કર્યાં.

News18 Gujarati
Updated: October 9, 2019, 8:36 AM IST
બદનક્ષીના કેસમાં હાજરી આપવા રાહુલ ગાંધી ગુરુવારે સુરત આવશે
રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: October 9, 2019, 8:36 AM IST
પ્રગ્નેશ વ્યાસ, સુરત : કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રાહુલ ગાંધીના સુરત પ્રવાસને લઈને મંગળવારે સુરતમાં દોડી આવ્યા હતા. અમિત ચાવડાઓ કૉંગ્રેસ પદાધીકારીઓએ સાથે બેઠક કરી હતી. બદનક્ષીના કેસમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી ગુરૂવારે સવારની ફલાઇટમાં સુરત આવશે અને કોર્ટમાં ચાલી રહેલા કેસમાં હાજરી આપશે. ત્યાર બાદ રાહુલ કૉંગ્રેસના કાર્યકરોને મળીને પરત જવા રવાના થશે. નોંધનીય છે કે ગત જુલાઈ મહિનામાં રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં બદનક્ષીના એક કેસમાં હાજર રહ્યા હતા.

અમિત ચાવડાએ રાજસ્થાનના મુખ્યમંત્રી ગહલોતના નિવેદન અંગે વિજય રૂપાણીએ આપેલી પ્રતિક્રિયા પર જવાબ આપ્યો હતો કે, ગુજરાતમાં દરેક જગ્યાએ દારૂ મળે છે. સરકાર ભષ્ટ્રાચાર કરતી હોવાથી કોઈ કામગીરી થતી નથી.

આગામી ગુરૂવારના રોજ રાહુલ ગાંધી સુરત આવવાના હોવાથી પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સુરત દોડી આવ્યા હતા. અહીં તેમણે સુરતમાં કાર્યકરો સાથે આખા કાર્યક્રમને લઇને તેમજ રૂટને લઇને બેઠક કરી હતી.

ઉલ્લેખનીય છે કે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરત કોર્ટમાં રાહુલ ગાંધીએ બેંગલુરુના એક ગામની સભા દરમિયાન 'બધા મોદી ચોર છે' તેવા નિવેદન મુદ્દે ફરિયાદ કરી હતી. આ કેસમાં ગુરૂવારે તારીખ હોવાથી રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપવા માટે સુરત આવશે. સુરત એરપોર્ટ પર કૉંગ્રેસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે અને ત્યાર બાદ રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપી કાર્યકરોને મળીને પરત રવાના થશે.

આ બાબતે માહિતી આપ્યા બાદ અમિત ચાવડાએ ગહલોતના ગુજરાતના દારૂવાળા નિવેદન બાદ સીએમ તરફથી આપવામાં આવેલા નિવેદનનો જવાબ આપ્યો હતો. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દરેક જગ્યાએ દારૂ મળે જ છે. સરકાર આ માટે હપ્તા લે છે. સીએમ માત્ર નિવેદન કરીને રાજકારણ કરે છે. જો જરૂર પડશે તો સરકાર સાથે અથવા લોકો સાથે જનતા રેડ પણ કરવામાં આવશે.
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...