સુરત : સ્કૂલ બસનો ડ્રાઇવર દારૂનાં નશામાં ઝડપાતા લોકોએ પોલીસનાં હવાલે કર્યો


Updated: December 14, 2019, 2:45 PM IST
સુરત : સ્કૂલ બસનો ડ્રાઇવર દારૂનાં નશામાં ઝડપાતા લોકોએ પોલીસનાં હવાલે કર્યો
ગાડી ચાલકની સતર્કતાને કારણે 20 બાળકોની જીંદગી બચી ગઇ છે

ડ્રાઇવરે એક ગાડીને ટક્કર માર્યા બાદ આખો મામલો સામે આવ્યો હતો.

  • Share this:
સુરત : કેનાલ રોડ પર આવેલી યુનિક હોસ્પિટલ નજીક રેડિયન્ટ ઈંગ્લિશ એકેડમી સ્કૂલ બસ (જીજે 05 બીઝેડ 4411)નો ડ્રાઇવર નાસાની હાલતમાં બસ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. આ ડ્રાઇવરે એક ગાડીને ટક્કર માર્યા બાદ આખો મામલો સામે આવ્યો હતો. ગાડી ચાલકની સતર્કતાને કારણે 20 બાળકોની જીંદગી બચી ગઇ છે. બસનાં ડ્રાઇવરને ખટોદરા પોલીસ મથક લઇ જવામાં આવ્યો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં ખટોદરા વિસ્તારમાં આવેલા યુનિક હોસ્પિટલ નજીક કેન્ર રોડ પર એક સ્કૂલ બસ દ્વારા એક ગાડીને ટક્કર મારવામાં આવી હતી. જોકે, ટક્કર માર્યા બાદ બસને ત્યાં લોકોએ અટકાવી હતી. લોકોએ ડ્રાઇવરને બસમાંથી બહાર લાવતા ડ્રાઈવરના મોંઢામાંથી દારૂની દુર્ગંધ આવતી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં અન્ય લોકો પણ એકઠા થઈ ગયાં હતાં.

આ પણ વાંચો : અરવલ્લી : ટાયર ફાટતા ટેન્કર રસ્તાની બાજુમાં શૌચક્રિયા કરતા વ્યક્તિ પર પડ્યું, મોત

રેડિયન્ટ સ્કૂલ બસે ગાડીને ટક્કર મારી હતી તે ગાડીના માલિકે બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું કે, પહેલા પણ એક એક્સિડન્ટ થતાં તેમની બસ બચી ગઈ હતી. જે બાદ આ જાગૃત નાગરિકે બસમાં સવાર બાળકો માટે 100 નંબર પર ફોન કરીને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. જે બાદ તરત જ પીસીઆર વાન ઘટના સ્થળે આવી ગઈ હતી. બાદમાં બસને ખટોદાર પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. આ ડ્રાઇવર વિરુદ્ધ  વધુ તપાસ શરુ કરી છે.

 
First published: December 14, 2019, 2:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading