સુરતઃ નવી બાઈક ચોરી કરી બનાસકાંઠામાં વેચવાનું રેકેટનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે ત્રણને રંગેહાથ ઝડપ્યા

સુરતઃ નવી બાઈક ચોરી કરી બનાસકાંઠામાં વેચવાનું રેકેટનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે ત્રણને રંગેહાથ ઝડપ્યા
સુરત ક્રાઈમ બ્રાન્ચની ફાઈલ તસવીર

આ ગેંગ માત્ર વીડિયો થીયેટર બહાર નવી અને જે બાઈકમાં સ્ટેરિંગ લોક માર્યું ન હોય તેવી જ બાઈકની ચોરી કરતા હતા. જોકે પોલીસે વોચ રાખીને આ ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પકડાયેલા આરોપી પાસેથી પોલીસે ચોરીની 14 મોટરસાઇકલ કબજે કરીને ચોરીના 16 જેટલા ગુના ઉકેલવામાં સફળતા મળી હતી.

  • Share this:
સુરતઃ શહેરમાં (surat city) છેલ્લા લાંબા સમયથી બાઈકઓની ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો હતો. જોકે બાઈક ચોરતી (bike thief gang) એક ગેંગના 3 લોકોને ક્રાઇમબ્રાન્ચ પોલીસે (surat crime branch police) ઝડપી પાડ્યા છે. અને ચોરીના 16 જેટલા ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે. આરોપી વીડિયો થિયેટર બહાર નવી અને સ્ટેરિંગ લોક નહીં મારેલી બાઈકની ચોરી કરીને બનાસકાઠાં (banaskantha) વેચવાની પેરવી હતા. તે સમાયે ઝડપી પડી 14 જેટલી બાઈક કબજે કરી છે. જયારે ચોરીમાં સંડોવાયેલા એક ઈસમને વોન્ટેડ જાહેર કરી બે બાઈક રિકવરી કરવાની તજવીજ હાથધરી છે.

સુરત શહેરમાં દરોજ  બાઈક ચોરી થવાની ઘટના પોલીસ ચોપડે નોંધાયી છે. છેલ્લા લાંબા સમયથી શહેરમાં નવી બાઈક ચોરીની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો હતો. જોકે પોલીસે બાઈક ચોરતી ગેંગને ઝડપી પાડતા સતત લાગેલી હતી. ત્યારે આવી જ એક ગેંગ પોલીસના હાથે લાગી હતી. તે માત્ર વીડિયો થીયેટર બહાર નવી અને જે બાઈકમાં સ્ટેરિંગ લોક માર્યું ન હોય તેવી જ બાઈકની ચોરી કરતા હતા.જોકે પોલીસે વોચ રાખીને આ ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પકડાયેલા આરોપી પાસેથી પોલીસે ચોરીની 14 મોટરસાઇકલ કબજે કરીને ચોરીના 16 જેટલા ગુના ઉકેલવામાં સફળતા મળી હતી. પકડાયેલા આરોપી પોતાના મોજ શોખ પુરા કરવા માટે બાઈકની ચોરી કરીને બનાસકાઠાંમાં વેચવાની પેરવી કરી રહ્યા હતા. ત્યારે પોલીસે તેમને રંગેહાથ પકડ્યા હતા.

પકડાયેલા આરોપીની પોલીસે પૂછપરછ કરતા અનેક ચોરીના ભેદ ઉકેલ્યા હતા. આરોપી સંદીપ અને હિતેશ છેલ્લા લાંબા સમયથી મિત્ર હતા. જોકે ચાર લોકોની આ ગેંગ દ્વારા સુરતમાંથી નવા વાહનો ચોરી સંદીપ અને સુનિલ દ્વારા કરવામાં આવતા હતા.

હિતેશ અને ભરત આ વાહનોને વેચવાનું બનાસકાંઠામાં આયોજન કર્યું હતું. જોકે સંદીપ દ્વારા પહેલા પણ બે વાહનો ચોરવામાં આવ્યા હતા તે બનાસકાંઠામાં વેચવામાં આવ્યા હતા. જેને લઈને આ તમામ ઈસમો શહેરના ઉમર પોલીસ હદમાંથી 1 અને અડાજણ પોલીસ હદમાંથી 5 વાહનો ચોરી કર્યાની પોલીસ સામે કબુલાત કરી હતી.

જોકે પોલીસે ચોરીના 14 જેટલા વાહનો સાથે તમામ આરોપીની ધરપકડ કરી હતી. જયારે આ ગુનામાં સંડોવાયેલા અસુનિલ નામનો આરોપી પોલીસ પકડથી દૂર હોવાને લઇને પોલીસે તેને વોન્ટ્ડ જાહેર કરી બનાસકાંઠા ખાતે વેચેલી બે બાઈક રિકવર કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

જોકે પકડાયેલા 3 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાને લઇને પોલીસે 5 લાખ 33 હજારનો મુદામાલ કબજે કરી આ ઈસમોની વધુ તપાસ શરુ કરી છે ને તપાસ દરમિયાન વાહન ચોરીના એક ભેદ ઉકલે તેવી આશકા વ્યક્ત કરી છે.

આરોપીના નામ
સંદીપ શાહ
હિતેશ રાજપૂત
ભરત ગોહિલ

વોન્ટેડ આરોપી
સુનિલ વાસ્કોડા
First published:March 12, 2020, 20:27 pm