વિદેશ પ્રવાસથી આવેલા લોકોના ઘરની બહાર 'ક્વૉરન્ટીન એરિયા' લખેલા બોર્ડ મૂકાયા


Updated: March 21, 2020, 6:48 PM IST
વિદેશ પ્રવાસથી આવેલા લોકોના ઘરની બહાર 'ક્વૉરન્ટીન એરિયા' લખેલા બોર્ડ મૂકાયા
પ્રતિકાત્મક તસવીર

સુરત મનપાએ 415 હોમ ક્વૉરન્ટીનની દેખરેખ માટે 415 કર્મચારીઓને ફરજ પર મૂક્યા, આ લોકો નિયમ ભંગ કરશે તો કાર્યવાહી થશે.

  • Share this:
સુરત : સુરતમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે, જ્યારે બીજા અનેક શંકાસ્પદ કેસ હોવાના કારણે હોમ ક્વૉરન્ટીનની કામગીરી મ્યુનિસિપલ તંત્રે કડક બનાવી દીધી છે. હોમ ક્વૉરન્ટીનનો ભંગ ન થાય તેના માટે ખાસ કાર્યવાહી કરાઈ છે. જેમાં વિદેશ પ્રવાસથી આવેલા લોકોના ઘરની બહાર ક્વૉરન્ટીન એરિયા એવા બોર્ડ મૂકી દીધા છે. સાથે આ વિસ્તારમાં મ્યુનિસિપલ કર્મચારી પણ મૂકી દીધા છે. સાથે જ જો કોઈ હોમ ક્વૉરન્ટીનનો ભંગ કરતું જણાશે તો તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે.

ચીનથી શરુ થયેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લઈ લીધું છે. જેમાં ભારત પણ બાકાત નથી. આ રોગે હવે ગુજરાતમાં પગ પેસારો કર્યો છે. ગુજરાતમાં શનિવાર સુધી 13 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરતમાં એક કેસ પોઝિટિવ આવ્યા બાદ વધુ સ્થાનિક તપાસમાં વધુ બે કેસ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. મ્યુનિ. તંત્રએ કોરનાનો ચેપ વધુ ન ફેલાઈ તે માટે તકેદારીના પગલાં રૂપે હોટલ, રેસ્ટોરન્ટ, ગાર્ડન સહિતની અનેક સંસ્થા બંધ કરાવી દીધી છે.

જોકે, કોરોના ફેલાવવા પાછળ વિદેશ પ્રવાસથી આવેલા લોકો જવાબદાર છે, તેમના સંપર્કમાં આવનારા લોકોને પણ ચેપ લાગી શકે છે.  ખાસ કરીને વિદેશ પ્રવાસથી આવેલા લોકોને હોમ ક્વૉરન્ટીન ફરજીયાત કર્યું છે. આ પ્રવાસીઓ હોમ ક્વૉરન્ટીનનો ભંગ ન કરે તે માટે મ્યુનિ. તંત્રએ 415 પ્રવાસી સામે 415 કર્મચારીઓને ફરજ મૂકી દીધી છે.

આ પણ વાંચો : CM રૂપાણીની જાહેરાત, રાજયના ચાર મહાનગરોમાં ઇન્ફેક્શન કંટ્રોલ હૉસ્પિટલ ઉભી કરાશે

આ લોકો ઘરની બહાર ન નીકળે તેની જવાબદારી નક્કી કરવામાં આવી છે.  મ્યુનિ. કર્મચારીઓની નજર ચુકવીને વિદેશ પ્રવાસથી આવેલા લોકો બહાર નીકળે તો તેની જાણ મ્યુનિ. તંત્રને આસપાસના લોકો પણ કરી શકે છે. મ્યુનિ. તંત્રના હેલ્પ લાઈન નંબર કે મ્યુનિ. તંત્રને હોમ ક્વૉરન્ટીનનો ભંગ કરનારા લોકોને જાણકારી આપીને જાગૃતિનું કામ કરી શકે છે.

વિદેશ પ્રવાસથી આવનારા લોકોના ઘર બહાર ક્વૉરન્ટીન ઝોન લખવા પાછળનું કારણ મ્યુનિ. તંત્ર કહે છે, વિદેશ પ્રવાસથી આવેલા લોકો ચેપી નથી પરંતુ તકેદારી રાખવી જરૂરી છે. આસપાસના લોકોને પણ ખબર પડે અને વિદેશ પ્રવાસથી આવેલા લોકોમાં જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવા માટે આ પ્રકારના બોર્ડ મૂકવામા આવ્યા છે.
તસવીર પ્રતિકાત્મક છે.


આ સાથે જ વિદેશથી પ્રવાસે આવેલા સુરતીઓ માટે ક્વૉરન્ટીન સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજ્ય સરકારના જાહેરાનામાના અનુસંધાનમાં સુરત મ્યુનિ. તંત્રએ પણ એક જાહેરનામું બહાર પાડયું છે. જેમાં વિદેશ પ્રવાસ કરીને આવેલા નાગરિકોના આગમનની જાણ સુરત મ્યુનિ.ને ટોલ ફ્રી નંબર 18001238000 પર અથવા સુરત મ્યુનિ.ની વેબ સાઈટ પર કરવા માટે સૂચના આપી છે. વિદેશથી આવેલા લોકોએ સેલ્ફ ક્વૉરન્ટીનના આઈસોલેશનના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. નહીં તો મહત્તમ 25 હજાર રૂપિયાનો દંડ પણ કરવામા આવશે.

આ પણ વાંચો : જનતા કર્ફ્યૂઃ જાણો PM મોદીની અપીલથી દેશની અર્થવ્યવસ્થા ઉપર કેવી પડશે અસર

જનતા કર્ફ્યૂના પીએમના નિર્ણયને સુરતીઓએ વધાવી લીધો

નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ 22મી માર્ચના દિવસે સ્વૈચ્છિક જનતા કર્ફ્યૂનું પાલન કરવાનો અનુરોધ કર્યો છે. પીએમ મોદીના આ આહવાનને સુરતીઓએ વધાવી લીધું છે. અમુક લોકોએ તો પીએમ મોદીના અનુરોધને પગલે શનિવારથી જ પરિવાર સાથે સમય વિતાવવાનું શરૂ કરી દીધું છે.

ન્યૂઝ18 ગુજરાતી સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા મહેતા પરિવારને મળ્યું હતું. પરિવાર મોદીજીના આ નિર્ણયને વધાવવાની સાથે સાથે ખૂબ સારો ગણાવ્યો હતો. મહેતા પરિવારના કહેવા પ્રમાણે સામાન્ય રીતે આખો પરિવાર સાથે મળતો નથી. આ વાયરસને કારણે પરિવારના તમામ સભ્યો સાથે મળશે અને ખાસ કરીને બાળકો સાથે સમય પસાર કરશે.

મહેતા પરિવારનું માનવું છે કે જો રવિવાર બાદ પણ જનતા કર્ફ્યૂ જાહેર કરવામાં આવશે તો પરિવારના સભ્યો તેનું પાલન કરીશું. આ દિવસે પરિવારના લોકોએ અલગ અલગ ગેમ રમીને સમય પસાર કરવાનું નક્કી કર્યું છે.
First published: March 21, 2020
વધુ વાંચો
अगली ख़बर