સુરત : પૂર્વ IT અધિકારી શર્માનો ભાંડો ફૂટ્યો, ઇન્કમટેક્સની રેડમાં સામે આવી માતબર મિલકતોની વિગતો

સુરત : પૂર્વ IT અધિકારી શર્માનો ભાંડો ફૂટ્યો, ઇન્કમટેક્સની રેડમાં સામે આવી માતબર મિલકતોની વિગતો
બીજાના ઘર પર પથ્થર ફેંકવા જતા શર્મા ખૂદ કાચના ઘરના માલિક નીકળા?

તપાસના પહેલાં દિવેસ જ શર્માની દસ જેટલી મિલકતો સામે આવી છે. જેની બજાર કિંમત 40થી 50 કરોડની વચ્ચેની

  • Share this:
ITના સમન્સ મળ્યાં બાદ ટ્વિટર પર જ્વેલર્સ પર મની લોન્ડરિંગનો આરોપ લગાવનાર પૂર્વ આઇટી અધિકારી અને શહેર ભાજપના અગ્રણી પીવીએસ શર્મા પર આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમે પાડેલાં દરોડા બીજા દિવસે પણ યથાવત રહ્યા છે...

નોટબંધી દરમિયાન બ્લેકના વ્હાઇટ થયા હોવાના સવાલો ઊભા કરનાર શર્મા હવે જાતે જ મની લોન્ડરિંગ અને શેલ કંપનીના ઘેરામાં આવી ગયા છે. તપાસના પહેલાં દિવેસ જ શર્માની દસ જેટલી મિલકતો સામે આવી છે. જેની બજાર કિંમત 40થી 50 કરોડની વચ્ચેની છે. આ ઉપરાંત મુંબઇની એક કંપનીમાંથી તેઓ મહિને દોઢ લાખનો પગાર મેળવે છે.અત્યાર સુધી 90 લાખનું કમિશન પણ મેળવી ચુક્યા છે. ઉપરાંત બિલ્ડર ભરત શાહ સાથે પણ એક કન્સ્ટ્રકશન કંપનીમાં તેઓ જોડાયેલા છે. આથી તપાસનો રેલો તેમની સુધી પણ પહોંચ્યો છે.દરોડામાં ભાગવાનો પ્રયાસ, એક કિલો સોનું પણ મળ્યું.દરોડા દરમિયાન કૌશલ ખંડેલીયા સાથે પણ અધિકારીઓની ચકમક ઝરી હતી. તેને ત્યાંથી એક કિલો બુલિયન, 35 લાખ કેસ અને એફડીના દસ્તાવેજ મળ્યાં છે.

મુંબઇની કુસુમ સિલીકોન કંપનીમાં પીવીએસ શર્મા નોકરી બતાવી છે. જે કંપનીમાં તેઓ વર્ષ 2011થી જોડાયેલાં બતાવાયેલાં છે. મહિને દોઢ લાખનો પગાર મળે છે અને અત્યાર સુધી આઠતી નવ વર્ષમાં 90 લાખનું કમિશન પણ મળી ચૂકયું છે. અધિકારીઓ કહે છે કે મુંબઇની કંપનીમાં તપાસ ચાલુ છે સ્ટાફ શર્મા કોણ છે એ પણ ઓળખતા નથી.

કંપની શું કરે છે, શર્મા સુરતમાં રહેતા હોય પગાર કંઇ બાબતનો ચૂકવવામાં આવે છે તેની તપાસ થઈ રહી છે. આ ઉપરાંત કુસુમ ડાઇકેમન નામની પણ એક કંપની મળી છે જેની પણ તપાસ ચાલી રહી છે. આ કંપનીના માલિક કુસુમ ખંડેલીયા અને કૌશલ ખંડેલીયાના પાર્લેપોઈન્ટ સ્થિત ઘરે પણ દરોડા પડાયા છે..

જ્યારે PVS શર્મા જે CA હતા તેમની ત્યાં પણ આયકર વિભાગની ટિમ રિગરોડ પર આવેલ એમ્પાયર બિલ્ડીંગ માં ચીંથ માળે રેડી કરવામાં આવી ત્યાંથી પર કેટલાક કાગળો અને PVS શર્મા ને લગતા દસ્તાવેજો મળી આવ્યા હોવાની વાત સામે આવી છે.
Published by:Jay Mishra
First published:October 23, 2020, 14:37 pm

ટૉપ ન્યૂઝ