પુલવામા હુમલાઃ ભારતીય હેકરે પાકિસ્તાનની આ વેબસાઇટો કરી હેક

પુલવામા હુમલાઃ ભારતીય હેકરે પાકિસ્તાનની આ વેબસાઇટો કરી હેક
પુલવામા હુમલાઃ ભારતીય હેકરે પાકિસ્તાનની આ વેબસાઇટો કરી હેક

અત્યાર સુધીમાં 200 પાકિસ્તાની વેબસાઇટ હેક કરી, આ વેબસાઇટ ખોલવા પર તેનાં પર મીણબત્તી પ્રગટતી જોવા મળે છે

 • Share this:
  પુલવામા આતંકી હુમલામાં 40 જવાનોની શહાદતથી આખો દેશ ગુસ્સામાં છે. દેશમાં ઠેર ઠેર મીણબત્તી પ્રગટાવીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ જ ક્રમને ભારતીય હેકર કહેવડાનારી 'ટીમ આઇ-ક્રુ'એ ભારતની 200 વેબસાઇટ હેક કરી શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભારતીય હેકરે પાકિસ્તાની વેબસાઇટને હેક કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે પાકિસ્તાનીઓને ચેતાવણી પણ આપી છે કે આ હુમલાને ભારત ક્યારેય નહીં ભૂલી શકે. આ હેક કરેલી વેબસાઇટનું લિસ્ટ પણ સામે આવ્યું છે.

  અત્યાર સુધીમાં 200 પાકિસ્તાની વેબસાઇટ હેક કરી છે. આ વેબસાઇટ ખોલવા પર તેનાં પર મીણબત્તી પ્રગટતી જોવા મળે છે. સાથે જ ભારતીય વાયુસેનાનાં લડાકુ વિમાન તિરંગાના ધુમાડા સાથે ઉડાન ભરતા નજર આવે છે. હેકર પોતાને ટીમ આઇ-ક્રૂનાં સભ્ય ગણાવે છે.  આ પણ વાંચો - ભારતની મોટી ફુટનીતિક જીત! મસુદ અઝહર પર પ્રતિબંધ મુકવા ફ્રાન્સ UNમાં લાવશે પ્રસ્તાવ

  ભારતીય હેકરે પાકિસ્તાનની આ વેબસાઇટો કરી હેક


  હેકરે સાઇટ પર લખ્યુ છે કે, અમે 14/2/2019 ક્યારેય નહીં ભૂલીએ. અમે માફ કરી દઇએ? અમે ભૂલી જઇએ? ભારત ક્યારેય નથી ભૂલી શકતું! સાઇબર નાં જાણકારો ટીમ આઇ-ક્રુને હેકિંગ ન કહીં ડિફેન્સ્ડ કહે છે.
  Published by:News18 Gujarati
  First published:February 19, 2019, 22:37 pm

  ટૉપ ન્યૂઝ