PTCના વિદ્યાર્થીએ અશ્લીલ ફોટો થકી 200થી વધુ યુવતીઓને કરી બ્લેકમેઇલ

News18 Gujarati
Updated: April 2, 2019, 3:46 PM IST
PTCના વિદ્યાર્થીએ અશ્લીલ ફોટો થકી 200થી વધુ યુવતીઓને કરી બ્લેકમેઇલ
પ્રતિકાત્મક તસવીર

સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં છ યુવતીઓએ અરજી કરી હતી. ઇન્સ્ટાગ્રામમાંથી આઇડી ધરાવતી યુવતીઓના ફોટાં મેળવી તે ફોટામાં એડિટિંગ કરી અશ્લીલ ફોટો બનાવી દેવાતો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ અત્યારે સોશિયલ મીડિયાનો ક્રેઝ વધતો જાય છે ત્યારે યુવતીઓ સોશિયલ મીડિયાનો શિકાર પણ બનતી હોવાના કિસ્સાઓ છાસવારે બને છે. ઇસ્ટાગ્રામ ઉપર અશ્લીલ ફોટો મોકલી 200થી વધુ યુવતીઓને બ્લેકમેઇલ કરનારા બોટાદના યુવકની સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. યુવતીઓને મોર્ફિંગ કલેા ફોટાં મોકલી સામેથી બિભત્સ ફોટાં માગી યુવક રંઝાડતો હતો.

મળતી માહિતી પ્રમાણે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં છ યુવતીઓએ અરજી કરી હતી. ઇન્સ્ટાગ્રામમાંથી આઇડી ધરાવતી યુવતીઓના ફોટાં મેળવી તે ફોટામાં એડિટિંગ કરી અશ્લીલ ફોટો બનાવી દેવાતો હતો. અને બાદમાં આ ફોટા જે-તે યુવતીને મોકલી નગ્ન ફોટાંની માંગણી થતી હતી. જે ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમની ટીમે વિક્રૃત યુવકને પકડી પાડ્યો છે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે જગદીશ પ્રકાશભાઇ મકવાણાની ધરપકડ કરી છે. પીટીસીમાં અભ્યાસ કરતો જગદીશ ઇન્સ્ટાગ્રામ ઉપર યુવતીઓના અલગ-અલગ આઇડી પરથી ફોટાં લેતો હતો. આ ફોટાં સાથે એડિટિંગ કે મોર્ફિંગ કરી યુવતીના ઓરિજિનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોકલતો હતો. ત્યારબાદ તે યુવતીઓ પાસે અશ્લીલ ફોટોગ્રાફની માંગણી કરતો હતો.

આ પણ વાંચોઃ-પાગલ પ્રેમીનું કારસ્તાન, કોલેજિયન યુવતીને જાહેરમાં ફટકારી હાથ, કમરમાં બચકું ભર્યું

પોલીસે તેનો મોબાઇલ ચેક કરતા 200થી વધુ યુવતીઓના અશ્લીલ ફોટાં મળી આવ્યા હાત. આમ અશ્લીલ ફોટાં મોકલી યુવતીઓને પરેશાન કરવા સાથે બદનામ કરવાની ધમકી આપતા જગદીશની ધરપકડ કરાઇ છે.
First published: April 2, 2019, 3:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading