Coronavirus : સુરત પોલીસ કોરોના સામે લડવા મેદાને, PSIએ બનાવેલું ગીત Viral


Updated: April 6, 2020, 7:33 PM IST
Coronavirus : સુરત પોલીસ કોરોના સામે લડવા મેદાને, PSIએ બનાવેલું ગીત Viral
પીએસઆઇ પનારાએ ગીીતમાં ગિટાર પણ જાતે જ વગાડ્યું છે.

સલાબતપુરા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ પનારાએ એક ગીત તૈયાર કરી સાથી પોલીસકર્મીઓ સાથે ગાઈ સોશ્યલ મીડિયામાં વહેતુ કર્યું છે.

  • Share this:
કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા 21 દિવસ નું લોકડાઉન આપવામાં આવ્યુ છે ત્યારે લોકો કશેને કશે રખડવા નીકળી પડતા હોય છે ત્યારે લોકો માહિતગાર થાય તે માટે સુરતના સલાબતપુરા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ પનારાએ એક ગીત તૈયાર કરી સાથી પોલીસકર્મીઓ સાથે ગાઈ સોશ્યલ મીડિયામાં વહેતુ કર્યું છે. આ ગીતમાં લોકો કઈ રીતે કોરોનાથી બચી શકે તે વાત પીએસઆઇએ કરી છે.

કોરોના વાઇરસ ને લઇને સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ છે ત્યારે કેટલાક લોકો આ વાઇરસ ને ગંભીરતા નહીં રાખીને રસ્તે રખડતા જોવા મળે છે ત્યારે વૈશ્વિક મહામારી કોરોના સામે દુનિયા છેલ્લા બે માસથી વધુ સમયથી લડી રહી છે છતાં તેનો વ્યાપ સતત વધી રહ્યો છે તેવામાં લોકો માં હજુપણ લોકો માં જાગૃતિ નો અભાવ કશેને કશે જોવા મળી રહ્યો છે તેવામાં લોકડાઉનની જાહેરાત બાદ પણ લોકો બહાર રખડવા નીકળી પડે છે, તે જ દર્શાવે છે કે લોકો કેટલા ગંભીર છે.

આ પણ વાંચો :  Coronavirus : સરકારે કોરોનાની બીકે રામ રસોડા બંધ કરાવ્યા, અનેક ગરીબો ભૂખ્યા રહ્યા

આવા સમયે લોકોને ડંડા મારી ઘરભેગા કરતી પોલીસ લોકડાઉનમાં પોતાની ફરજ સાથે પોતાની કળા દ્વારા લોકોને મનોરંજન સાથે કોરોના માટે જાગૃતિ લાવવા પ્રયાસ નો નવતર પ્રયાસ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે સુરત ના સલાબતપુરા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ ચંદ્રશેખર પનારાએ લોકો લોકડાઉનમાં ઘરે કેમ રહે અને કોરોનાથી કેવી રીતે બચી શકાય તે માટેનું 3.30 મિનિટનું એક ગીત તૈયાર કર્યું છે.


Okay

ગિટાર વગાડવાની સાથે પીએસઆઇ પનારા ગીત ગાઈ લોકોને કોરોનાથી બચવા ઘરમાં જ રહો તે સંદેશો પાઠવી રહ્યા છે. વિદેશથી ભારતમાં આવેલા કોરોનાથી બચવા ઘરમાં રહી તમે દેશની માટીનું ઋણ ચૂકવો તેવી માર્મિક વાત પણ તેમણે ગીતમાં કરી છે. જોકે ગીતમાં લોકો ને જાગૃત કરી દેશ જે વાઇરસ સામે લડી રહ્યો છે. તેમાં જોડાઈને લડત આપવા માટેની અપીલ કરી છે નહી કે બહાર નીકળીને આ ચેપ લગાડી દેશને વધુ મહામારી આપવાની જગ્યા ઘરમાં રહીને રાષ્ટ્ર પ્રેમ બતાવીએ.

આ પણ વાંચો : Coronavirus : સાવધાન! માસ્કના બહારના પડને અડકશો નહીં, એક અઠવાડિયું જીવે છે કોરોના વાયરસ

સોશ્યલ મીડિયામાં વહેતા થયેલા આ ગીતને ' હે અપના દિલ તો આવારા...' ગીતના શબ્દોનો આધાર રાખી પીએસઆઇ પનારા અને સુરતના પાલમાં રહેતા મ્યુઝીક ટીચર જોય સરે બનાવ્યું છે.
First published: April 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading