સુરતઃ પ્રોફેસર નીકળ્યો ચોર, પ્રદર્શન દરમિયાન ફિલ્મી ઢબે કરી 6 લાખના હિરાની ચોરી

News18 Gujarati
Updated: December 17, 2018, 7:18 AM IST
સુરતઃ પ્રોફેસર નીકળ્યો ચોર, પ્રદર્શન દરમિયાન ફિલ્મી ઢબે કરી 6 લાખના હિરાની ચોરી

  • Share this:
કહેવામાં આવે છે કે પ્રોફેસર યુવાનોમાં નીતિમતાનું જ્ઞાન આપતાં હોય છે, પરંતુ પ્રોફેસરના પ્રોફેસનને શર્મશાર કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. અહીં એક પ્રોફેસરે 6 લાખ ડાયમંડની ચોરીને અંજામ આપ્યો, જો કે આરોપી પ્રોફેસરનો ભાંડો ભૂટી ગયો અને હાલ તે જેલની હવા ખાઇ રહ્યો છે, જો કે તેણે ચોરી માટે ફિલ્મી સ્ટાઇલ અપનાવી અને તે સફળ પણ થયો.

અહીં ક્લિક કરી વાંચો News18ની પહેલ ‘રાઇઝિંગ ગુજરાત’માં રૂપાણી, અલ્પેશ, મેવાણી એક મંચ પર

વાત છે 14મી ડિસેમ્બરની એટલે કે બે દિવસ પહેલાં સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલ-2018 એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ એક્ઝિબિશન દરમિયાન 6 લાખ રૂપિયાના ડાયયમંડની ચોરી થઈ. જેવી રીતે કોઇ ફિલ્મમાં એક્ઝિબિશન દરમિયાન ચોરી થાય એવી જ રીતે સુરતમાં આ એક્ઝિબિશનમાં પણ ચોરી થઇ. પોલીસને ખૂલ્લા પડકાર સમી આ ઘટનાથી શહેરમાં ચર્ચા જગાવી.

આવી રીતે કરી ચોરી

આરોપી પ્રોફેસરે એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે પોતાની કંપની અને મોબાઈલ નંબર દ્વારા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પ્રભૂનાથ મુરાદાબાદની એન્જિનયરીંગ કોલેજમાં લેકચરર છે. ઈન્ટરનેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ 13મી તારીખે દિલ્હીથી અમદાવાદ આવ્યો હતો. અમદાવાદમાં પ્રભૂનાથ તેની બહેનને ત્યાં રોકાયો હતો, ત્યાર બાદ 14મી તારીખ સુરત આવી બમરોલી વિસ્તારમાં પોતાના મિત્રના ઘરે રોકાયો હતો અને સાંજે એક્ઝિબિશનમાં આવી સૌપ્રથમ તેણે તમામ સ્ટોલનું નિરિક્ષણ કર્યું ત્યારબાદ ચેક કર્યું ક્યા સ્ટોલ પર ઓછી સુરક્ષા છે અને બાદમાં ચોરીને અંજામ આપ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચે પત્રકાર પરિષદ યોજી ઝડપાયેલા આરોપી પ્રોફેસરની કહાણી જણાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે ચેમ્બર ઓફ કોમર્સના સ્પાર્કલ એક્ઝિબિશનમાં બે દિવસ પહેલાં થયેલી 6 લાખના ડાયમંડની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. સૌપ્રથમ એક્ઝિબિશનના સીસીટીવી ફૂટેજ અને અન્ય સર્વેલન્સ ચેક કરવામાં આવ્યા જેના આધારે શંકાસ્પદ મૂળ ઉત્તર પ્રદેશના દેવડીયાનાં રહીશ અને પ્રોફેસર પ્રભુનાથ વિરેન્દ્રનાથ મિશ્રાને ઉપાડી લેવાયો.
First published: December 16, 2018
વધુ વાંચો
अगली ख़बर