કિર્તેષ પટેલઃ સુરતમાં પ્રોફેશનલ ટેક્ષ ભરવાપાત્ર વ્યવસાયીઓ, એમ્પ્લોયરોએ ભરવા પાત્ર વ્યવસાય વેરાની બાકી રકમ 31 ઓગષ્ટ-2019 સુધીમાં ભરપાઇ કરે તો દંડ અને વ્યાજમાંથી મુક્તિની માફી યોજના સરકારે જાહેર કરી છે. આ માફી યોજનાને લાગુ કરવા સ્થાયી સમિતિમાં પ્રોફેશનલ ટેક્ષ રીકવરી સેલે દરખાસ્ત રજૂ કરી છે. રાજ્ય સરકારના નાણાં વિભાગના ઠરાવ મુજબ ઘણા વ્યવસાયીઓ, નોકરીદાતાઓઓને યોજના હેઠળ મુક્તિ માટે તક આપવામાં આવી છે.
આ લોકોને આ નિયમના આધારે મુક્તિ મળશે
1. બિન નોંધાયેલ વ્યવસાયીઓ માટેઃ વ્યવસાય કરતી વ્યક્તિ કે સંસ્થાઓ જેઓ વ્યવસાય વેરા નંબર મેળવવાને પાત્ર થાય છે પરંતુ વ્યવસાય વેરા એનરોલમેન્ટ નંબર ધરાવતા નથી. તેઓ તા.૩૧-૮-ર૦૧૯ સુધીના સમય દરમ્યાન વ્યવસાય વેરા નંબર મેળવવા અરજી કરે ભરવાપાત્ર રકમ સરકારમાં ભરે તેને.
2.નોંધાયેલ વ્યવસાયીઓ માટે માફી યોજનાઃ જે વ્યવસાયીઓ વ્યવસાય વેરા કાયદા હેઠળ એનરોલમેન્ટ પ્રમાણપત્ર ધરાવે છે પરંતુ કોઇ કારણોસર વ્યવસાય વેરો ભર્યો નથી
3. બિન નોંધાયેલા નિયોકતાઓ (એમ્પ્લોયર) માટે માફી યોજનાઃ કામે રાખનાર (નિયોકતા) કે જેઓએ વ્યવસાય વેરા હેઠળ નોંધણી દાખલો મેળવેલ નથી અને વેતનદારો પાસેથી વ્યવસાય વેરો ઉઘરાવેલ નથી
4. નોંધાયેલ નિયોકતા માટે માફી યોજનાઃ જે એમ્પ્લોયરે વેતનદારો પાસેથી વ્યવસાય વેરો ઉઘરાવેલ હોય પરંતુ સરકારમાં જમા કરાવેલ ન હોય તે વેરાની રકમ તેમજ માસિક ૧.પ ટકા લેખે વ્યાજ ભરે તેને મુક્તિ અપાશે.