વડાપ્રધાન મોદીનાં (PM Narendra Modi) ડ્રીમ પ્રોજજેક્ટ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની (Hazira Ghogha ro pax ferry service) શુભ શરૂઆત આજથી થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન (virtual inaugration) કર્યુ છે.
હજીરા ખાતેના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેંદ્રીય શિપીંગ મંત્રી મનસુખ માંડવિયા સામેલ થયા છે. આ પ્રસંગે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોરોના સંકટ વચ્ચે પણ ગુજરાત અને દેશનો વિકાસ અટક્યો નથી આપણે વિકાસના નવા છોગા ઉમેરી રહયા છીએ. આ રો-પેક્સ સર્વિસથી વિકાસની વધુ એક કડી ઉમેરાણી છે.
'ગુજરાતનાં લોકોને દિવાળીની મોટી ભેટ મળી '
પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે, આજે ગુજરાતનાં લોકોને દિવાળીની મોટી ભેટ મળી છે. જે અંતરે પહોંચવામાં 10થી 12 કલાક લાગતો હતો હવે તે અંતરને કાપા માટે માત્ર 3થી 4 કલાક લાગશે. આ સર્વિસ તમારો સમય તો બચાવશે સાથે તમારો ખર્ચ પણ ઓછો કરશે. ગુજરાતમાં રો-પેક્સ ફેરી સેવા જેવી સુવિધાનો વિકાસ કરવામાં ઘણાં લોકોની મહેનત લાગી છે. તેમને રસ્તામાં ઘણી મુશ્કેલીઓ આવી છે. હું તમામ લોકોનો આભાર માનું છું, એ તમામ એન્જિનીયર્સનો, શ્રમિકોનો આભાર વ્યક્ત કરૂં છું, જેમણે હિંમતની સાથે કામ કર્યું. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ગુજરાતના ખેડૂતોની વિશેષતા છે કે, ગુજરાતના ખેડૂત પરિવર્તનશીલ છે. પ્રગતિ માટેની નવી ચીજો આસાનીથી સ્વીકારે છે.
કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. જેમા તેમણે આ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ થવાની ખુશી વ્યક્ત કરી હતી.
આ સર્વિસથી કેવા કેવા લાભ થશે તે જાણવા કરો કરો અહીં ક્લિક -
Hazira Ghogha ro pax ferry શરૂ થવાથી સુરતથી સૌરાષ્ટ્ર માત્ર ચાર કલાકમાં પહોંચાશે
વર્ષો જૂનું સપનું પૂર્ણ થયુ
રો પેક્સથી સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું વર્ષો જૂનુ સપનું પૂર્ણ થયું છે. હજીરામાં નવા ટર્મિનલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. આ સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચે માર્ગનું અંતર 370 કિમી છે જે સમુદ્રમાં 90 કિમી હશે. આ અંતર 10થી 12 કલાક થતી હતી જે હવે માત્ર 4 કલાક થશે. આ સેવાથી માર્ગ પર ટ્રાફિક અને પ્રદુષણ ઓછું થશે. એક વર્ષમાં 80 હજાર વાહનો, 30 હજાર ટ્રક નવી સેવાનો લાભ લઈ શકશે. પેટ્રોલ ડિઝલની બચત થશે. ગુજરાતના મોટા કારોબારી શહેર સાથે સંપર્કથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ફળ , શાકભાજી અન દૂધ પહોંચાડવામાં ઝડપ આવશે. સુરક્ષિત રીતે પહોંચાડી શકાશે.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને લખ્યું, કાલે ગુજરાત માટે ખૂબ મહત્વનો દિવસ છે. સુરત અને સૌરાષ્ટ્ર જળમાર્ગ સાથે જોડાવા જઈ રહ્યા છે. હું સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હજીરાથી ઘોઘા વચ્ચેની રો-પેક્સ ફેરી સર્વિસનું ઉદઘાટન કરીશ. આનાથી સમય અને ઇંધણની બચત થશે, જ્યારે વેપાર અને ઉદ્યોગમાં વધુ વેગ મળશે