બહુ મોટી હિંમત કરી અમે બંધારણમાં પરિવર્તન કર્યુંઃ સુરતમાં મોદી

News18 Gujarati
Updated: January 31, 2019, 7:30 AM IST
બહુ મોટી હિંમત કરી અમે બંધારણમાં પરિવર્તન કર્યુંઃ સુરતમાં મોદી

  • Share this:
સુરત પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ વિનસ હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું હતું. અહીં તેઓએ સંબોધન દરમિયાન મોદીએ સવર્ણ અનામત અંગે વાત કરી હતી, જેમાં તેઓએ કહ્યું કે અમે બહુ હિમ્મત કરી અમે ભારતના સંવિધાનમાં પરિવર્તન કર્યું છે. સાથે તેઓએ હેલ્થ સેક્ટરમાં ગુજરાતના વિકાસ અંગે વાત કરી યોજાનાઓના લાભ ગણાવ્યા હતા.

શું કહ્યું વડાપ્રધાન મોદીએ ?

વિનસ હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ ગુજરાતમાં થઇ રહેલા હેલ્થ સેક્ટરના વિકાસ અંગે વાત કરી. તેઓએ કહ્યું કે હેલ્થ સેક્ટરમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટ વધશે. આ સિવાય તેઓએ કહ્યું કે અમે મેડિકલ સીટોમાં વધારો કર્યો છે, સાથે જ સવર્ણ અનામત બિલ પાસ કર્યું જેનાથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળે.

પીએમ મોદીએ કહ્યું કે આદિવાસી વિસ્તારમાં અગાઉ એકપણ મેડિકલ કોલેજ ન હતી. પરંતુ હું મુખ્યમંત્રી બન્યો પછી અહીં મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવી.વધુમાં મોદીએ જણાવ્યું કે આયુષ્માન યોજનાએ ખૂબ જ ટૂંકા ગાળામાં કરોડો લોકોને ફાયદો પહોંચાડ્યો છે. જે ખરા અર્થમાં એક ઉપલબ્ધિ છે.
First published: January 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...