સુરતમાં 'ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવ'માં PMનું સંબોધન, 'આ વેપારીઓની ભૂમિ છે'

News18 Gujarati
Updated: January 31, 2019, 7:29 AM IST
સુરતમાં 'ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવ'માં PMનું સંબોધન, 'આ વેપારીઓની ભૂમિ છે'

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત

સુરતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદી અહીં 'ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવ' ઇન્ડોર કાર્યક્રમમાં હાજરી આપી, અહીં તેઓએ રિવોલ્વિંગ સ્ટેજ પર સંબોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે દેશમાં પ્રથમ વખત આ પ્રકારના સ્ટેજ પર સંબોધન કરી રહ્યાં છે.

સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે મોડું થવા બદલ સમા માગું છું. સુરતમાં આ મારો ચોથો કાર્યક્રમ છે, તમે થાક્યા તો નથી ને, કારણ કે હું થાકતો નથી. અહીંથી દિલ્હી ગયા બાદ પણ મારે કામ કરવાનું છે.

સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને રોવા અને રોવડાવતા નથી આવડતું. સુરતની આ ભૂમિ વેપારીઓની છે. મોદીએ કહ્યું કે એક સમયે દેશમાં એવી માનસિક્તા હતી કે લોકોને લાગી રહ્યું છે કે કશું બદલી નહીં શકાય. અમે સૌથી પહેલા આવીને એવી માનસિક્તાને જ બદલી, હવે બધુ બદલાઇ શકે છે.

કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે સવાલ-જવાબ પણ થયા, જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે અગાઉની સરકારમાં 26/11ની ઘટના બની, એ સમયે મીણબતીઓ સળગાવાય, પરંતુ અમારી સરકારમાં ઉરીની ઘટના બની, અમે ઇંચનો જવાબ પથ્થરથી આપ્યો, અમે સર્જિકલ સ્ટ્રાઇકથી જવાબ આપ્યો.

સુરતમાં 'ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવ' કાર્યક્રમમાં 15 હજારથી વધુ પ્રોફેશનલો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાતચીત કરી, અમેરિકાના મેડિસન સ્ક્વેરની થીમ પર સુરતના ઈનડોર સ્ટેડિયમમાં રિવોલ્વિંગ સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે, જે 6 મિનિટમાં એક રાઉન્ડ ફરશે. ઉલ્લેખનીય છે કે 2014માં અમેરિકાના પ્રવાસ વખતે મેડિસન સ્કવેર ગાર્ડનમાં હાજર મેદનીને આ રીતે જ સંબોધન કર્યુ હતું.કેવું છે આ રિવોલ્વિંગ સ્ટેજ ?

સુરતમાં તેમના આ કાર્યક્રમ માટે ઈન્ડોર સ્ટેડિયમમાં રિવોલ્વિંગ સ્ટેજને બનાવવામાં આવ્યું છે. સ્ટેજને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. સ્ટેજનો બહારજનો ભાગ સ્થિર રહેશે, જ્યારે અંદરનાં ભાગનું સર્કલ ગોળ ફરશે. રિવોલ્વિંગ સ્ટેજ સાડા પાંચ થી છ મીનીટનો એક રાઉન્ડ પૂરો કરશે. આ ઝડપ એટલા માટે રાખવામાં આવી છે, કારણ કે જો વધુ સ્પીડમાં સ્ટેજ ફરે તો ચક્કર આવી શકે છે. રિવોલ્વિંગ સ્ટેજ માટે જે ઇલેક્ટ્રિક મોટર મુકવામાં આવી છે, તે સુરતની SVNITના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી છે. આમ સ્ટેજ બનાવવા માટે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
First published: January 30, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading