સુરતઃ શિક્ષકે વિદ્યાર્થિનીની સાથે કરી શારીરિક છેડતી, ફરિયાદ થતા શિક્ષક ફરાર

News18 Gujarati
Updated: July 21, 2019, 10:40 PM IST
સુરતઃ શિક્ષકે વિદ્યાર્થિનીની સાથે કરી શારીરિક છેડતી, ફરિયાદ થતા શિક્ષક ફરાર
પ્રતિકાત્મક તસવીર

સુરતના માંડવીના ઉતેવા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અર્જુન ચૌધરી નામનો શિક્ષક ફરજ બજાવે છે.

  • Share this:
કેતન પટેલઃ સુરતમાં શિક્ષણ જગતને ફરિથી કલંકિત કરતો બનાવ બન્યો છે. સુરતના માંડવીના ઉતેવા ગામમમાં પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થિનીની શારીરિક છેડતી કરી હોવાની ઘટના બની છે. આ લંપટ શિક્ષક દ્વારા અગાઉ પણ 15 જેટલી વિદ્યાર્થિનીઓની સાથે શારીરિક છેડતી કરાઇ હોવાની માહિતી સુત્રો આપી રહ્યા છે. વિદ્યાર્થિનીએ પરિવારને શિક્ષકની કરતૂત જણાવતા પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના માંડવીના ઉતેવા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અર્જુન ચૌધરી નામનો શિક્ષક ફરજ બજાવે છે. તે છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક છેડતી કરતો આવતો હતો. અર્જૂન ચૌધરીએ વધુ એક વિદ્યાર્થિનીની શારીરિક છેડતી કરી હતી.

જોકે, આ વખતે વિદ્યાર્થિનીએ શિક્ષકની કાળી કરતૂત પરિવારજનોને જણાવી હતી. જેથી પરિવારજનોએ શિક્ષક વિરુદ્ધ માંડવી પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ પણ વાંચોઃ-વાપીઃ કાર ચાલકને રોકતા મામલો ગરમાયો, પોલીસે કરી દંડાવાળી

જેના પગલે પોલીસ ફરિયાદ લઇને પોક્સોનો ગુનો નોંધ્યો છે. પોતાના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થવાની જાણ થતાં લંપટ શિક્ષક ફરાર થયો હતો. આ સાથે ગ્રામજનોમાં પણ શિક્ષક વિરુદ્ધ રોષની લાગણી ફેલાઇ છે.
First published: July 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...