Home /News /south-gujarat /

સુરતઃ સાસરિયાએ પરિણીતાને બળજબરીથી દવા પીડવડાવી ગર્ભ પડાવ્યો

સુરતઃ સાસરિયાએ પરિણીતાને બળજબરીથી દવા પીડવડાવી ગર્ભ પડાવ્યો

પ્રતિકાત્મક તસવીર

સુરતના વરાછાની પરિણીતાને ઘરકામ અને ચારિત્ર અંગે શંકા કરી ત્રાસ આપતા સાસરિયાઓએ બળજબરી કરી ગર્ભ પણ પડાવી દીધો હતો.

  ન્યૂઝ18ગુજરાતીઃ સાસરિયાઓના પરિણીતાઓ ઉપર ત્રાસ ગુજારવામાં કિસ્સાઓ છાસવારે બનતા જ રહે છે. પરંતુ અહીં હદ તો ત્યારે થાય છે જ્યારે સાસરિયાઓએ ભેગા મળીને ગર્ભવતી પરિણીતાને બળજબરીથી દવા પીવડાવીને તેનો ગર્ભ પડાવી દીધો હતો. સુરતના વરાછાની પરિણીતાને ઘરકામ અને ચારિત્ર અંગે શંકા કરી ત્રાસ આપતા સાસરિયાઓએ બળજબરી કરી ગર્ભ પણ પડાવી દીધો હતો. પીડિતાએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને પતિ સહતિ પાંચની ધરપકડ કરી હતી. આ કેસમાં ગર્ભપાત કરનાર મહિલા ડોક્ટર પણ ભેરવાઇ હતી.

  મળતી માહિતી પ્રમાણે વરાછા બોમ્બે માર્કેટ રોડ ઉપર સીતાનગર ચોકડી ખાતે રણુજાધામ સોસાયટીમાં રહેતી નીલા પ્રવિણભાઇ કાકડિયાએ વરાછા પોલીસમાં પતિ પ્રવિણ મગનભાઇ કાકડિયા, સસરા મગનભાઇ, સાસુ કંચનબેન, નણંદ,તારાબેન, નણંદનોપુત્ર જયેશ, પ્રકાશભાઇ ક્રિષ્ણાબેન અને ડો. ભૂમિ સામે ગુનો નોંધાવ્યો હતો.

  પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નીલાબેને પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા બાદ પ્રવિણ સાથે બીજા લગ્ન કર્યા હતા. પ્રવિણના પણ આ બીજા લગ્ન હતા. દરમિયાન લગ્નના થોડાં સમય બાદથી સાસરિયાઓએ તેણીે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ પણ ચારિત્ર અંગે શંકા કરી મારઝૂડ કરતો હતો. સાસુ-સસરા અને નણંદ મ્હેણા-ટોણાં મારી અત્યાચાર ગુજરાતા હતા. બે મહિનાનો ગર્ભ રહ્યો તો પતિ સહિતના સાસરિયાઓ તેમીને ઇશ્વરકૃપામાં આવેલા ડો. ભૂમિના પ્રાઇવેટ ક્લિનિકમાં એકઅપના બહાને લઇ ગયા હતા.

  અહીંથી ગર્ભપાતની દવા લઇ બળજબરીથી પરિણીતાને પીવડાવી દીધી હતી. આ રીતે ગર્ભપાત કરાવી દીધો હતો. નણંદનો દીકરો જયશ પણ બદદાનત રાખતો હતો. સાસરિયાઓના અમાનુષી અત્યાચારનો ભોગ બનેલી પીડિતાએ આખરે ન્યાય માટે પોલીસનું શરણું લીધું હતું.
  Published by:ankit patel
  First published:

  Tags: Family, Pregnant woman, ગર્ભપાત, દક્ષિણ ગુજરાત, સુરત

  આગામી સમાચાર