સુરત : શહેરમાં લૉકડાઉન થવાના કારણે અનેક લોકો પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે. લૉકડાઉનમાં અનેક લોકોએ સુરતમાં રોજીરોટી ગુમાવી છે. જોકે, નોકરી ગુમાવી રહેલા કામદારોની સ્થિતિ કેવી વરવી થઈ શકે તેની એક અરેરાટી છોડાવતી ઘટના સુરતમાં ઘટી છે. રત્નકલાકાર પતિએ લૉકડાઉનમાં નોકરી ગુમાવતા તેની ચિંતામાં ગર્ભવતી પત્નીએ આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી ગયો છે. સુરતમાં હીરાના કારીગોરની સ્થિતિ ગંભીર છે અને તેનું આ એક ખતરનાક ઉદાહરણ સામે આવ્યું છે.
કોરોના વાઇરસ લઇને લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે આ લોકડાઉન લઈને સામાન્ય વ્યક્તિની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. કારણ કે વેપાર ઉધોગ બંધ હોવાને લઈને પરિવાર ગુજરાત ચાલવનું મુશ્કેલી બની ગયું છે ત્યારે આર્થિક ભીંસમાં આવતા લોકો આ પરિસ્થિતીમાં ન કરવાનું કરી નાખતા હોય છે ત્યારે આવી એક ઘટના સુરતમાં પણ બનવા પામી છે.
મૂળ ભાવનગર જિલ્લાના તળાજાના વતની અને સુરતના પૂણા ગામમાં કલ્યાણ નગરની બાજુમાં ક્રિષ્ના નગરમાં રહેતા જાગૃતીબેન વિપુલભાઈ બામણીયા જેમના પતિ રત્નકલાકાર તરીકે કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા જોકે લોક ડાઉન હોવાથી પતિ કામે જઈ શકતા ન હતા. આવા સંજોગોમાં પરિવાર નું ગુજરાન ચાલવાનું મુશ્કેલ હતું. તેવામાં જાગૃતીબેન ગર્ભવતી હોવાને લઇને આગની દિવસ પ્રસ્તુતિ હોવાને લઇને પૈસાની સતત ચિંતા કરતા હતા જેના લીધે તે ટેન્શનમાં રહેતા હતા.

મૃતક જાગૃતિબેનની તસવીર
ગતરોજ જાગૃતિ બેને આવેશમાં આવી જઇને રાત્રે ઘરમાં પતિ સાથે વાતચીત કર્યા બાદ પતિ ઘરના ઓટલા પર સૂવા ગયા હતા, બાદમાં જાગૃતીબેન પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જોકે જાગૃતિ બહેન સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે ત્યારે પરિણીતાના આ પગલાંને લઈને પરિવાર આઘાતમાં ગરકાઉ થઈ ગયું છે જોકે ઘટના જાણકારી મળતા કાપોદ્રા પોલીસ બનાવ વાળી જગ્યા પર પહોંચી આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.