ભાજપ મને એની સંપુર્ણ સંપતિ આપી દે તો પણ હું ભાજપમાં નહીં જાઉ : પ્રતાપ દુધાત


Updated: March 15, 2020, 10:53 PM IST
ભાજપ મને એની સંપુર્ણ સંપતિ આપી દે તો પણ હું ભાજપમાં નહીં જાઉ : પ્રતાપ દુધાત
કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ દુધાત

તેમણે કહ્યું કે, 'જે પણ ધારાસભ્યો વેચાઇ ગયા છે તેમના હાલ ખરાબ કરી નાખવામાં આવશે, જનતા કયારેય ગદારોને માફ નહિ કરે.

  • Share this:
રાજય સભાની ચાર બેઠકો માટે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ધમાસાન ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. તેવા સમયે સુરત આવેલા સાવરકુંડલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે, નબળા લોકોને ભાજપ શિકાર બનાવી રહી છે. પરંતુ મને આખી સંપતી ભાજપ આપી દેય તો પણ હુ ભાજપમાં જવાનો નથી.

એક તરફ કોગ્રેસના ચાર ધારાસભ્યોના રાજીનામાં, બીજી બાજું કોંગ્રેસના ધારાસભ્યોની રાજસ્થાન યાત્રા વચ્ચે એવા પણ સમાચાર આવ્યા હતા કે, સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ ભાજપના સંપર્કમાં છે, પરંતુ પ્રતાપ દુધાતે આજે સુરતમાં પત્રકાર પરિષદ સંબોધન કરતા જણાવ્યું હતું કે, 'ખેડુતો સહિત સામાન્ય જનતા ભાજપથી નારાજ છે. નોટબંધી સમયે જે રૂપિયા ભાજપે ભેગા કર્યા એનાથી નબળી માનસીકતા વાળા ધારાસભ્યોને ખરીદવાનો ખેલ ચાલી રહ્યો છે.'

તેમણે કહ્યું કે, 'જે પણ ધારાસભ્યો વેચાઇ ગયા છે તેમના હાલ ખરાબ કરી નાખવામાં આવશે, જનતા કયારેય ગદારોને માફ નહિ કરે. અમને નેતોઓને એવું લાગે છે કે, ભાજપના કેટલાક ધારાસભ્યો પણ કોંગ્રેસને વોટ આપશે, મારી પાર્ટીનો આદેશ હોઇ તો હું કશે પણ જવા તૈયાર છુ., મને ભાજપ તમામ સંપતી આપી દેય તો પણ હું ભાજપમાં નહિ જોડાઉ'.

દુધાતે વધુમાં જણાવ્યું હતું કે, 'દેશ હાલમાં આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે ભાજપ રૂપિયાનો ખોટી જગ્યાએ ઉપયોગ કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી લોકો જોવે જ છે કે ભાજપમાં સુજબુજ વાળા માણસો નથી જેથી સરકારને ચલાવવા માટે સુજબુજ વાળા માણસોને તેઓ કોંગ્રેસમાંથી લઇ જઇ રહ્યા છે. ભાજપ ગમે તેટલા પ્રયાસ કરે પણ મને કયારેય ખરીદી ન શકે'.
First published: March 15, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading