નવા ટ્રાફિક નિયમ લાગુ થયા બાદ પોલીસને સમજથી કામ લેવા અધિકારીઓનો આગ્રહ

News18 Gujarati
Updated: September 16, 2019, 7:23 AM IST
નવા ટ્રાફિક નિયમ લાગુ થયા બાદ પોલીસને સમજથી કામ લેવા અધિકારીઓનો આગ્રહ
સુરત ટ્રાફિક પોલીસની તસવીર

સુરત પોલીસ દ્વારા હવે આવતીકાલના મોટર વ્હીકલ એક્ટને લઇને નવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા આજે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ આવતીકાલથી રાજ્ય સરકાર દ્વારા એક નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ કરવાનો છે ત્યારે સુરત શહેર પોલીસ (surat city police)દ્વારા લોકો પાસે કેવી રીતે અમલ કરાવવો તેમજ લોકો સાથે કઇ રીતે સમજથી કામ લઇ શકાય તે માટે પોલીસ કર્મચારીઓ સાથે ટ્રાફિક બ્રિેગેડના જવાનો સાથે ખાસ મિટિંગ યોજવામાં આવી હતી. જે મિટિંગમાં ખાસ ટ્રાફિક ડીસીપીએ લોકો સાથે કઈ રીતે કામ લેવું તેનું ધ્યાન રાખવાની સૂચના આપી હતી.

સુરત પોલીસ દ્વારા હવે આવતીકાલના મોટર વ્હીકલ એક્ટને લઇને નવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા આજે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસના કર્મચારીઓ સહિત ટીઆરબીના જવાનોને સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર દ્વારા માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત તેમના લોકો સાથે કેવું બિહેવયર રાખવું એ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લોકો ઘર્ષણની પરિસ્થિતિ ઉભી કરે તે સમયે પોતાના વર્તન ઉપર ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો પર ખાસ સૂચનો આપવામાં આવ્યા હતા.

મોટર વ્હીકલ એક્ટના નવા કાયદા આવતાની સાથે સુરત શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં જે પોલીસ કર્મી દ્વારા જો નિયમ નો ભંગ કરવામાં આવશે ટ્રાફિક નિયમન પ્રમાણે દંડ તો લેવામાં આવશે જ ઉપરાંત તેમની પાસેથી 1 હજાર વધુ દંડ પણ લેવામાં આવશે ઉપરાંત તેમની સામે ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-ટ્રેનમાં મુસાફરી કરતા રહેજો સાવધાન!, ચાલુ ટ્રેને મોબાઇલ ઝૂંટવનાર 2 ઝડપાયાં

રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકના નિયમનું પાલન કરવામાં આવે તે હેતુંથી ટ્રાફિકના નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે ત્યારે છેલ્લા કેટલાંય સમયથી પોલીસ કર્મચારીઓ નિયમોનો ભંગ કરતા હોય તેવા વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થઇ રહ્યા છે તેને લઇને સુરત શહેર પોલીસ કમિશ્નર દ્વારા કર્મચારીઓ જોગ એક પરિપત્ર બહાર પડવામાં આવ્યો છે.

જેને લઈને સુધિર દેસાઇ, ડીસીપી, ટ્રાફિક શાખા, સુરત શહેર એ જણાવ્યું હતું કે , પોલીસ કર્મચારીઓ દ્વારા ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું ઉપરાંત જો કોઇપણ પોલીસ કર્મચારી ટ્રાફિક નિયમનનો ભંગ કરતો નજરે ચઢશે તો તેમની પાસેથી જે કાયદાકીય દંડ છે તે વસૂલ કરવામાં તો આવશે ઉપરાંતથી 1 હજાર રૂપિયાનો વધુ દંડ પણ કરવામાં આવશે.આ સાથે સાથે તેમના ઉપર ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે. શહેર પોલીસ કમિશ્નર દ્વારા ખાસ પરિપત્ર એટલા માટે બહાર પાડવામાં આવ્યો છે કારણ કે ટ્રાફિક નિયમોનું પહેલું પાલન પોલીસ દ્વારા કરવામાં આવે ત્યારબાદ જનતાને દંડિત કરવાાં આવે.
First published: September 15, 2019
વધુ વાંચો
अगली ख़बर