ગણેશ વિસર્જન અને તાજીયાને કારણે સુરત શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું

News18 Gujarati
Updated: September 10, 2019, 7:48 AM IST
ગણેશ વિસર્જન અને તાજીયાને કારણે સુરત શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું
પ્રતિકાત્મક તસવીર

આ બંન્ને પર્વમાં શહેરનાં કયા કયા રસ્તાઓ બંધ રહેશે તે જાણી લો.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : શહેરમાં ત્રણ દિવસ પછી 12મીના રોજ ગણેશ વિસર્જન તથા મંગળવારે મોહરમ હોવાને કારણે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગે ઈન્ચાર્જ પોલીસ કમિશનર અને ગણેશ ઉત્સવ સમિતી દ્વારા એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં વિસર્જન યાત્રામાં એસઆરપી, રેપીડ એક્શન ફોર્સ સહિતની ટુકડીઓથી લઈને સીસીટીવી સહિતની નજર રહેશે.

દરેક ગણેશ આયોજકોને રૂટ ફાળવવામાં આવ્યો

ઈન્ચાર્જ પોલીસ કમિશનર, હરેકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામીએ ચાલુ વર્ષે શ્રીજીની પ્રતિમાનું તાપી નદીમાં વિસર્જન નહીં થવા દેવામાં આવે.પર્યાવરણ ને થતા નુકશાન અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશ બાદ તેનું અમલીકરણ કરાવવાની દિશામાં આ પગલું ભરવામાં આવ્યું છે. જે માટે દરેક ગણેશ આયોજકોને રૂટ પણ ફાળવી દેવામાં આવ્યાં છે. આયોજકોને રૂટ પ્રમાણે વિસર્જન પક્રિયા હાથ ધરવા તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યાં છે. શહેર પોલીસના પર્સનલ કેમેરામેનો પણ વિસર્જન પ્રક્રિયા દરમ્યાન અન્ય રૂટ પર ગોઠવવામાં આવશે. આવતીકાલ સુધીમાં શહેરમાં 17 હજાર જેટલા ગૌરી ગણેશનું વિસર્જન થવાનો પણ અંદાજ સુરત પોલીસે લગાવ્યો છે. આ સાથે જ ગણેશ વિસર્જનમાં 70 હજાર જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. ગણેશ વિસર્જન પર સેફ સીટી પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે.

229 તાજીયા નીકળશે

તાજીયા અને ગણેશ વિસર્જનની માહિતી આપતાં ઇન્ચાર્જ પો.કમી.હરેકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે, બંને પર્વને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. સેન્ટ્રલ ગ્રીન ટ્રીબ્યુલના આદેશોનું પણ અમલ કરી શકીશું તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી વર્ષથી લિંબાયત વિસ્તારનાં તાજીયા તે જ વિસ્તારમાં ઠંડા કરે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે તમામની સહમતી સધાઈ છે. સુરતમાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 27 તાજીયાનો ઘટાડો થયો છે. શહેરના રસ્તાઓ પર 229 તાજીયાઓ નીકળશે. કતારગામ વિસ્તારમાં આ તમામ તાજીયા એક જગ્યાએ ભેગા થશે,જે અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત બનાવવામાં આવ્યો છે. જ્યાં પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ સહિત નો મોટો કાફલો બંદોબસ્ત માં તૈનાત રહેશે. આ સાથે એસઆરપી અને રેપીડ એક્શન ફોર્સની કંપની પર વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ખડેપગે રહેશે.

ગણેશ વિસર્જનમાં પોલીસ બંદોબસ્ત2 જોઈન્ટ પો.કર્મી
1 એડી.સીપી.
14 ડીસીપી
26 એસીપી
62 પીઆઇ
281 પીએસઆઇ
2800 પો.કો.
3850 હોમગાર્ડ
8 એસઆરપી કંપની
2 રેપીડ એક્શન ફોર્સ
1500 ટીઆરબી

મોહરમ નિમિત્તે સુરત પોલીસ દ્વારા ટ્રાફિકની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે સુરત ટ્રાફિક ડીસીપી સુધીર દેસાઈએ માહિતી આપતા જણાવ્યુ કે ,જે માર્ગો પરથી તાજીયા પસાર થવાના છે. તેવા તમામ માર્ગો સામાન્ય ટ્રાફિક અને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે ગણેશ વિસર્જન માટે પણ આ પ્રકારની ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

તાજીયા અંગેની ટ્રાફિક વ્યવસ્થા...

  • રાજમાર્ગ ફક્ત તાજીયા અને જુલુસ માટે ખુલ્લો રહશે..

  • દિલ્લી ગેટ થી ચોક બજાર ચાર રસ્તાથી શીતળ ચાર રસ્તાથી વેદ દરવાજાથી

  • કતારગામ દરવાજા સુધીનો માર્ગ સામાન્ય માર્ગ વાહન વ્યવહાર માટે પ્રતિબંધ રહેશે.


ગણેશ વિસર્જન માટેની ટ્રાફિક વ્યવસ્થા

  • રાજમાર્ગ બંધ રહેશે.

  • રાજમાર્ગ પર જે ખુલ્લી ગલીઓ છે તે પણ સામાન્ય ટ્રાફિક માટે બંધ.

  • એસ.કે.નગર ચોકડી થી ડુમસ સુધી સામાન્ય ટ્રાફિક પર પ્રતિબંધ.

  • વાય જંકશનથી આગળ નહીં જઇ શકશે.

  • ફક્ત એરપોર્ટ જનારા યાત્રીઓને મુક્તિ.


અત્રે ઉલ્લેખનીય છે કે તાજીયા અને ગણેશ વિસર્જનનાં પર્વ બંન્ને નજીક હોવાથી શહેર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્તની તૈયારી કરવામાં આવી છે. શહેરમાં બંને પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસ વચ્ચે સંપન્ન થાય તેવા પ્રયાસ સુરત પોલિસ દ્વારા કરવામાં આવ્યા છે.
First published: September 10, 2019, 7:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading