Home /News /south-gujarat /

સુરતઃ માત્ર સાત હજારની લેતીદેતીમાં યુવકની અપહરણ, માંગી 1 લાખની ખંડણી

સુરતઃ માત્ર સાત હજારની લેતીદેતીમાં યુવકની અપહરણ, માંગી 1 લાખની ખંડણી

પોલીસે મુખ્ય આરોપીની શોધખોળ ચાલુ કરી છે

પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણકર્તાઓની જાળમાંથી યુવકને છોડાવી હથિયારો સાથે અપહરણ કરતી ગેંગને પકડી પાડી હતી.

સુરતના અઠવા વિસ્તારમાં માત્ર નજીવા રૂપિયાની લેતી-દેતીમાં એક યુવકનું અપહરણ કરી 1 લાખની ખંડણી માગવામાં આવી હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણકર્તાઓની જાળમાંથી યુવકને છોડાવી હથિયારો સાથે અપહરણ કરતી ગેંગને પકડી પાડી હતી.

સુરતમાં લોકોને ગુનાને અંજામ આપવો તે જાણે સામાન્ય વાત થઈ ગઈ છે. માત્ર 7 હજાર રૂપિયાની લેતી-દેતીમાં કોઈના જીવ સાથે લોકો રમત રમી લેતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતના અઠવા વિસ્તારમાં બનવા પામ્યો હતો. અઠવા વિસ્તારમાં રહેતા હસનલી શેખે બે મહિના પહેલા મોતીન ઉર્ફે મોસીનનાઓની પાસે 7 હજાર રૂપિયા ધરના કામ માટે વ્યાજે લીધા હતા. મોતીન અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરતો હતો પણ ફરિયાદી પાસે રૂપિયાની સગવડના થતા આરોપીએ ફરિયાદીની દુકાનમાં કામ કરતા એક યુવકનું અપહરણ કરી લીધું હતું.

મોતીને બાદશાહ નામના યુવકને ગોપીપુરા વિસ્તારમાંથી રીક્ષામાં બેસાડીને અપહરણ કરી લીધું હતું. બાદમાં તેને કિડનેપ કરીને ફરિયાદી પાસે 1 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જો રૂપિયા નહીં આપે તો યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદીએ વાતની ગંભીરતા પારખી તાત્કાલિક ઘટનાની જાણ અઠવા પોલીસને કરી હતી. ઉચ્ચ અધિકારીઓએ એક્શનમાં આવી અપહરણ કરતા યુવકન છોડાવવા માટે અલગ અલગ ટીમ કામે લાગી હતી. પોલીસે માહિતીના આધારે રેડ કરી અપહરણકર્તાઓની જાળમાંથી યુવકને સહિસલામત છોડાવ્યો હતો. આ કેસમાં પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી છ જેટલા છરા પણ કબજે કર્યા છે. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

આરોપીઓના નામ

મોતીન ઉર્ફે મોઝિનનાઓની - ફરાર
મતીઆર રહેમાન શેખ
હસન ઉર્ફે મિથુન શેખ
શેફુલ અબ્દુલ શેખ
મોહમદ સાબિર પઠાણ
જીતુ પ્રકાશ પ્રધાન
અફઝલ શેખ
આબીદ સૈયદ
વિક્કી મરાઠી

કિર્તેશ પટેલ, સુરત
First published:

Tags: સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन