સુરતઃ કતારગામમાં સેક્સરેકેટ પર પોલીસ ત્રાટકી, 2 લલના સહિત ગ્રાહકો ઝડપાયા

News18 Gujarati
Updated: April 20, 2019, 5:24 PM IST
સુરતઃ કતારગામમાં સેક્સરેકેટ પર પોલીસ ત્રાટકી, 2 લલના સહિત ગ્રાહકો ઝડપાયા
પ્રતિકાત્મક તસવીર

સુરતના કતારગામ વિસ્તારમાંથી સેક્સરેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસે રેડ પાડતા બે લલનાઓ અને એક ગ્રાહનને સ્થળ ઉપરથી ઝડપી પાડ્યા હતા.

  • Share this:
કિર્તેષ પટેલ, સુરતઃ સુરતના કતારગામ વિસ્તારમાંથી સેક્સરેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસે રેડ પાડતા બે લલનાઓ અને એક ગ્રાહનને સ્થળ ઉપરથી ઝડપી પાડ્યા હતા. એપાર્ટમેન્ટમાં ચાલતા ધમધમતા દેહવેપારના કારણે સ્થાનિક લોકોમાં પણ રોષ ફેલાયો હતો. પોલીસ તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ જૂના પોલીસ સ્ટેશનની સામે પ્રભુદર્શન એપાર્ટમેન્ટના રૂમ નંબર 204માં દેહવેપાર ચાલતો હતો. આ અંગે સ્થાનિક લોકોએ કતારગામ પોલીસને બાતમી આપી હતી. જેના પગલે કતારગામ પોલીસની એક ટીમે પ્રભુદર્શન એપાર્ટમેન્ટમાં રેડ પાડી હતી.

રેડ દરમિયાન પોલીસને બે લલના અને ગ્રાહકો મળી આવ્યા હતા. પોલીસે તમામની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે ત્યારે કતારગામ પોલીસે પકડાયેલા તમામ સાથે સેટિંગ કરીને તેમને છોડી દેવાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ-સુરતઃ પતિને છોડી દિયર સાથે લીવઇનમાં રહેતી પ્રેમિકા ઉપર પ્રેમીએ તેજાબ છાંટ્યું

સ્થાનિકોની માંગ છે કે, ઊંચા અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો તમામ માહિતી સામે આવે.સુત્રોના જણાવ્યા પ્રમાણે જે સમયે પોલીસે રેડ કરી હતી એ સમયના સીસીટીવી પણ સામે આવ્યા છે.
First published: April 20, 2019, 5:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading