સુરત : રાજ્યના ચાર મહાનગરોમાં કોરોના વાયરસની (Coronavirus) સ્થિતિને કાબૂમાં રાખવા માટે નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. જોકે, કર્ફ્યૂમાં લોકોના આવનજાવન માટે શરતો લાગુ છે. આ સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ કર્ફ્યૂનો ભંગ કરે તો તેની સામે કાર્યવાહી પણ થતી હોય છે. જોકે, સુરત શહેરમાં (Surat) નાઇટ કર્ફ્યૂના ભંગની અનેક ફરિયાદો વચ્ચે પોલીસની દાદાગીરીનો વીડિયો (Viral Video of Police) સામે આવ્યો છે. કથિત રીતે ઉધના પોલીસના કર્મચારીની દાદાગીરી સોસાયટીના રહીશોએ વીડિયોમાં કેદ કરી છે.
અહીં વાયરલ વીડિયોમાં કરવામાં આવેલા દાવા મુજબ એક પોલીસકર્મી નાઇટ કર્ફ્યૂ ભંગનાં મામલે સોસાયટીની અંદર એક યુવક સાથે લુખ્ખી દાદાગીરી કરી રહ્યા છે. પોલીસર્મીએ યુવકને ગાળો આપવાની સાથે લાતો પણ મારવાનો પ્રયાસ કર્યો તે સ્પષ્ટપણે જોવા મળે છે. સુરત પોલીસના આવા એકાદ કર્મચારીના કારણે શહેરના ફરજનિષ્ઠ કર્મચારીઓને નીચું જોવાનો વારો આવે છે.
આ વીડિયો ઉધના પોલીસ સ્ટેશનુના સ્ટાફનો હોવાની ચર્ચા છે. જોકે, સત્તાવાર રીતે આ મામલે ઉધના પોલીસ મથકના કોઈ અધિકારીએ નિવેદન આપ્યું નથી. વીડિયોમાં વપરાયેલી ભાષા વાંચકોને સંભળાવી યોગ્ય ન હોવાથી તેનો અવાજ સાયલન્ટે કરી દીધો છે. જોકે, અમે આ વીડિયોને સાંભળ્યો ત્યારે તેમાં અનહદ અભદ્ર શબ્દો સાંભળવા મળ્યા હતા.
આ પણ વાંચો : ડીસા : જીવદયા પ્રેમી જૈન અગ્રણીની પજેરોને અકસ્માત નડ્યો, જન્મદિવસના બીજા દિવસે ત્રણ મિત્રો સાથે મોત
પોલીસકર્મી ફક્ત ગાળો આપવાથી રોકાતા નથી પરંતુ યુવકને લાતો પણ મારતા જોવા મળે છે. જોકે, સૌથી મોટો પ્રશ્નએ છે કે નાઇટ કર્ફ્યૂનો ભંગ જો કોઈ વ્યક્તિએ કર્યો હોય તો તેની સામે કાયદસેરના પગલાં લેવા જોઈએ પરંતુ અહીંયા પોલીસકર્મચારી સત્તાના નશામાં ચૂર થઈને પોતે જ કાયદો હાથમાં લેતા જોવા મળ્યા હતા. આ વીડિયો હાલના કર્ફ્યૂનો હોવાની ચર્ચા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ ગઈકાલે રાત્રિના જ ઘટેલી ઘટનાનો આ વીડિયો વોટ્સએપ પર ખૂબ ફરી રહ્યો છે.
આ પણ વાંચો : સુરત : લાલુ જાલીમ ગેંગનો આતંક, પાણીપુરી વાળા પર જીવલેણ હુમલો, દાદાગીરીનો વીડિયો થયો Viral
પોલીસે સમગ્ર કોરોના સંકટ દરમિયાન સરહાનીય કાર્યવાહી કરી છે અને શહેરને સતત સુરક્ષા પ્રદાન કરી છે. કેટલાય પોલીસકર્મી કોરોના સંક્રમિત થયા છે અને તેમના જીવ પણ ગયા હોવાના દાખલા છે ત્યારે આવા એકાદ કર્મચારીની દાદાગીરીના કારણે સમગ્ર પોલીસ વિભાગને બદનામી સહન કરવાનો વારો આવે છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ આ મામલાની નોંધ લઈને કડક કાર્યવાહી કરે તેવી રાવ ઉઠી છે.