ટ્રેનમાં મુસાફરી કરતા રહેજો સાવધાન!, ચાલુ ટ્રેને મોબાઇલ ઝૂંટવનાર 2 ઝડપાયાં

સુરતમાં કોસાડ-ગોથાણ (surat-Gothan) વચ્ચે રેલવે ટ્રેકનું કામ ચાલતું હોવાથી ટ્રેન ધીમી થતાં અંજામ આપ્યો હતો.

News18 Gujarati
Updated: September 15, 2019, 1:13 PM IST
ટ્રેનમાં મુસાફરી કરતા રહેજો સાવધાન!, ચાલુ ટ્રેને મોબાઇલ ઝૂંટવનાર 2 ઝડપાયાં
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 15, 2019, 1:13 PM IST
કિર્તેશ પટેલ, સુરત : સુરતથી મુંબઈ (surat-Mumbai) તરફ જતી ટ્રેનો (Train) સુરત જિલ્લાના ગોથાણ અને કોસાડ ગામની વચ્ચે રેલવે ટ્રેકનું કામ ચાલતું હોય જેથી ધીમી ગતિએ પસાર થયા છે. દમિયાન ટ્રેનમાં દરવાજા ઉપર કે બારી નજીક મોબાઈલ (Mobile) હાથમાં પકડીને બેઠેલા મુસાફરોના હાથમાં પથ્થર કે લાકડી મારી મુસાફરોના હાથમાંથી ફોન નીચે પાડી ચીલઝડપ (Mobile snatching) કરતા બે ચોર (Thief)ને કોસંબા RPF (Railway Police Force)એ રંગે હાથે પકડી જેલ ભેગા કર્યા છે.

પશ્ચિમ રેલવેના (Western Railway) મુંબઈ તરફ જતા અપ ટ્રેક પર ગોથાણથી કોસાડની વચ્ચે ટ્રેક મરામતનું કામ ચાલતું હોય દરેક ટ્રેનો 10થી 15ની ઝડપે પસાર કરવાની રેલવે તંત્રને ફરજ પડે છે, ટ્રેન એકદમ ધીમી પસાર થતી હોય છે. આ વિસ્તારમાં ટ્રેનની ધીમી ગતિનો લાભ લઈ મોબાઈલ ઝુંટવતીં ગેંગના સભ્યો સક્રીય થયા છે, ગઠિયાઓ દરવાજા પર કે બારી પર હાથમાં મોબાઈલ લઈને બેઠેલા મુસાફરોને ટારગેટ બનાવીને હાથમાં લાકડી અથવા પથ્થર મારીને મુસાફરોના હાથમાંથી મોબાઈલ ફોન નીચે પડાવી મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરતી હોવાની ફરિયાદ ઉઠી હતી.

આ પણ વાંચો : લાજપોર જેલમાં મોબાઇલ ફોન ભરેલું પોટલું ફેંકવાની કોશિશ, કૉન્સ્ટેબલની ધરપકડ

આ ફરિયાદના સંદર્ભે કોસંબા આર.પી.એફ પોલીસ સ્ટેશન દ્વારા અંકલેશ્વરના પોલીસ ઇન્સ્પેક્ટર સંજીવ પાંડે, સબ ઈન્સ્પેક્ટર અનુરાગ પાંડે અને કોસંબા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર આશિષ તિવારી તેમજ સ્ટાફ દ્વારા વિવિધ ટ્રેનોમાં પેટ્રોલિંગ ચાલુ કર્યુ હતું બે દિવસ દરમિયાન પોલીસે સઘન વૉચ રાખી હતી દરમિયાન પોલીસે 30 વર્ષના કૃષ્ણ ચંદ્રદાસ અને અમરોલી સુરત આવાસમાં રહેતા પીયુષ ગોવનભાઈ રાઠોડ (20)ને રંગે હાથે મુસાફરો પાસેથી પથ્થર અને લાકડી મારી મોબાઈલ ફોન પાડી ચીલઝડપ કરતા ઝડપી પાડ્યાં હતા. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી રેલેવ પોલીસે સોંપ્યાં છે.
First published: September 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...