સુરત : 'રેસ્ટોરન્ટ કેમ ચાલુ રાખી', ફૂડ વિભાગના અધિકારી બની 20 હજારની તોડબાજી કરવાનો Idea ભારે પડ્યો


Updated: July 3, 2020, 5:36 PM IST
સુરત : 'રેસ્ટોરન્ટ કેમ ચાલુ રાખી', ફૂડ વિભાગના અધિકારી બની 20 હજારની તોડબાજી કરવાનો Idea ભારે પડ્યો
પ્રતિકાત્મક તસવીર

લોકડાઉનમાં કેમ રેસ્ટોરન્ટ ચાલુ રાખો છો હોવાનુ કહી બળજબરી પુર્વક રૂપિયા ૨૦ હજારની માંગણી કરી હતી

  • Share this:
સુરત : કતારગામ આંબાતલાવડી નાગનાથ સોસાયટીમાં આવેલ સી.કે. નાસ્તા ગુહ રેસ્ટોરન્ટના પહેલા માળે ગુરૂવારે બપોરે કારમાં આવેલા ચાર જણાએ પોતાની ફ્રુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના કર્મચારી તરીકે ઓળખ આપી લોકડાઉનમાં કેમ રેસ્ટોરન્ટ ચાલુ રાખો છો હોવાનુ કહી બળજબરી પુર્વક રૂપિયા ૨૦ હજારની માંગણી કરી હતી. પોલીસે રેસ્ટોરન્ટના માલીકની ફરિયાદને આધારે એકને રંગેહાથ ઝડપી, ચારેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

કતારગામ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સીંગણપોર ચાર રસ્તા રાધેશ્યામ સોસાયટીમાં રહેતા ચંદુભાઈ ખોડાભાઈ લીંબાણી કતારગામ આંબાતલાવડી એવલોનની બાજુમાં નાગનાથ સોસાયટીમાં સી.કે.નાસ્તા ગૂહ રેસ્ટોરન્ટ ચલાવે છે.

ચંદુભાઈ ગઈકાલે બપોરે રેસ્ટોરન્ટમાં હતા તે વખતે રેસ્ટોરન્ટની નીચે એક સફેદ કલરની આઈ - ૨૦ કારમાં ચાર જણા આવ્યા હતા જેમાંથી બે જણા ગાડીમાં ઉતરી ચંદુભાઈ પાસે આવી પોતાની ઓળખ ફ્રુડ એન્ડ ડ્રગ્સડીપાર્ટમેન્ટમાંથી આવતા હોવાની આપી હતી. અને ચંદુભાઈને લોકડાઉનમાં રેસ્ટોરન્ટ કેમ ચાલુ રાખો છો તેમ કરી પહોચ બનશે અને પહોંચ બનાવી ન હોય તો રૂપિયા ૨૦ હજાર આપવા પડશે હોવાનુ કહી બળજબરી પુર્વક પૈસાની માંગણી કરી હતી.

જોકે ચંદુભાઈ સાથેના યુવકે તેમની પાસે આઈકાર્ડ જોવા માંગ્યું હતું, જેમા પોલ્યુશન વિભાગ લખેલુ હોવાનુ બહાર આવતા ચંદુભાઈને શંકા ગઈ હતી અને પૈસા લઈને આપવાનુ કહી પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસની ગાડી આવી હતી. જોકે તે પહેલા ચાર પૈકી ત્રણ જણા ભાગી ગયા હતા અને જયારે દિપેશ જી પટેલને ઝડપી પાડ્યો હતો.

પોલીસે ચંદુ લીંબાણીની ફરિયાદ લઈ દિપેશ પટેલ સહિત ચારેય સામે રાજય સેવકનું ખોટુ નામ ધારણ કરી બળજબરી પુર્વક પૈસાની માંગણી કરવાનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
First published: July 3, 2020, 5:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading