સુરતઃ પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે રીઢો ચોર જીતુ પટેલને પકડ્યો, lockdownમાં બેકાર બનતા ચોરીના રવાડે ચડ્યો


Updated: October 23, 2020, 3:44 PM IST
સુરતઃ પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે રીઢો ચોર જીતુ પટેલને પકડ્યો, lockdownમાં બેકાર બનતા ચોરીના રવાડે ચડ્યો
પકડાયેલા આરોપીની તસવીર

પ્રાથમિક પુછપરછમાં આરોપીઍ લોકડાઉનના કારણે બેકાર બનતા પૈસાની જરૂર પડતા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

  • Share this:
સુરતઃ કોરોના વાયરસના (coronavirus) કારણે દેશ સહિત વિશ્વના દેશોમાં લોકડાઉનની (lockdown) સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે લોકોએ પોતાનો રોજગાર ગુમાવ્યો (Unemployed) હતો. આવી જ પરિસ્થિતિ ગુજરાતમાં પણ જોવા મળી હતી. કોરોના વાયરસના કારણે હજારો લોકો બેકાર બન્યા હતા. બેકાર બનેલા લોકો રોજગારના બીજા રસ્તાઓ અપનાવ્યા હતા. તો કેટલાક લોકો ચોરીના રવાડે ચડ્યા હતા. આવો જ એક ચોર (thief) પોલીસના (Police) હાથે ઝડપાયો હતો. જે કોરોના વાયરસના કારણે બેકાર બન્યો હતો.

સુરતના ડિંડોલી ખરવાસા રોડ માર્કે પોઈન્ટમાં રહેતા ઈલેકટ્રીયન પરિવાર બિમાર પુત્રીને સારવાર માટે દવાખાને લઈ ગયો હતો તે દરમિયાન કોઈ અજાણ્યાઍ તેમના બંધ ફ્લેટને નિશાન બનાવી કુલ રૂપિયા 1.90 લાખના મતાની ચોરી કરી નાસી ગયો હતો.

આ ચોરીમાં સંડોવાયેલા રીઢા ચોરને ક્રાઈમ બ્રાન્ચેગઈકાલે ઝડપી પાડી તેની પાસેથી સોના ચાંદીના દાગીના અને બાઈક મળી કુલ રૂપિયા 4.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પુછપરછમાં આરોપીઍ લોકડાઉનના કારણે બેકાર બનતા પૈસાની જરૂર પડતા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ બંધ ટ્યૂશન ક્લાસમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી, સંચાલક સહિત 7 'શકુની' ઝડપાયા

ક્રાઈમ બ્રાન્ચના દ્વારા  ગઈકાલે બાતમીના આધારે સચીન પારડી કણદેગામ બસ સ્ટેન્ટ પાસેથી બાઈક પર ફરતા જયેશ ઉર્ફે જીતુ સોમા પટેલ (રહે,. શીવઘારા ઍપાર્ટમેન્ટ સચીન)ને ઝડપી પાડ્યો હતો. જયેશ પાસેથી રૂપિયા 3,96,878ના સોના ચાંદીના દાગીના અને મોબાઈલ કબજે કર્યો હતો.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! ભરબજારમાં ગુંડાઓએ મહિલાને ઉઠાવી જવાની કરી કોશિશ, નણદોઈ સહિત પાંચ સામે ફરિયાદઆ પણ વાંચોઃ-સુરતનો ચેતવણીરૂપ કિસ્સો! 'તમારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે વિધિ કરવી પડશે', પરિણીતા પાસેથી રૂ.70 હજાની મતા લઈ કિન્નરો ફરાર

ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં અગાઉ સચીન, નવસારી ટાઉન પોલીસમાં પકડાઈ ચુકેલ જયેશ ઉર્ફે જીતુઍ કબૂલાત કરી હતી કે લોકડાઉનને કારણે બેકાર હતો અને પૈસાની જરૂર હોવાથી ગત તા 15મીના રોજ બાઈક લઈને ડિંડોલી વિસ્તારના બપોરના સમયે બંધ મકાનોને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરવાનું નક્કી કયું હતું.ભંગારવાળા પાસેથી લોખંડનો સળીયો ખરીદી ફરતા ફરત ડિંડોલી ખરવાસા રોડ માર્કે પોઈન્ટના ફલેટમાં ચોરી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ડિંડોલી પોલીસમાં તપાસ કરતા 15મીના રોજ માર્કે પોઈન્ટમાં રહેતા ઈલેકટ્રીકની દુકાન ધરાવતા દિનેશકુમાર કેવલરામ રાઠોડના ફલેટમાંથી ચોરી થઈ હતી. અને તે મામલે ફરિયાદ પણ નોધાઈ હોવાનું બહાર આવતા પોલીસે જયેશ ઉર્ફે જીતુની ધરપકડ કરી અગાળ તપાસ હાથ ધરી છે.
Published by: ankit patel
First published: October 23, 2020, 3:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading