સુરતઃ પોલીસકર્મીની પત્નીનો ફાંસો ખાઈ આપઘાત, નવું મકાન લેવા અંગે પતિ-પત્ની વચ્ચે હતા અબોલા

સુરતઃ પોલીસકર્મીની પત્નીનો ફાંસો ખાઈ આપઘાત, નવું મકાન લેવા અંગે પતિ-પત્ની વચ્ચે હતા અબોલા
પ્રતિકાત્મક તસવીર

જ્યોતિ બહેને પહેલા આપઘાત માટે ફિનાઈલ પીને આપઘાત પ્રયાસ કર્યો હતો. જોકે, સફળતા ન મળતાં તેમણે ગળે ફાસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

  • Share this:
 સુરતઃ શહેરના અઠવાલાઈન્સ (Athvalines) પોલીસ લાઈનમાં (Police lines) રહેતા પોલીસકર્મીની (policeman) પત્નીએ ગઈકાલે ગુરુવારે રાત્રે મકાન ખરીદવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં (husband-wife fight) ફિનાઈલ પી લીધા બાદ બેડરૂમમાં ફાંસોખાઈ આપઘાત (suicide) કરી લીધો હતો. જેના પગલે સમગ્ર પોલીસ બેડામાં ભારે ગમગીનીનો માહોલ છવાયો છે.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં સતત આપઘાતની ઘટના વધી રહી છે. દરરોજ સવાર પડેને આપઘાતની ઘટના સામે આવતી હોય છે. કોઈ જગ્યાએ આર્થિક ભીંસ તો કોઈ જગ્યા પર પરિવારનું ગુજરાન ચાલવું મુશ્કેલ તથા આપઘાત સુધીના પગલાં ભરતા હોય છે. તો કોઈ જગ્યા પર પતિ પત્ની પ્રેમ સંબંધમાં સામાન્ય બાબતે થયેલા ઝઘડાને લઈને આવેશમાં આવી જઈને પતિ અથવા પત્ની માંથી એક જણ આપઘાત કરી લેવાની ઘટના પણ બનતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં બની છે.સુરતના અઠવાલાઈન્સ પોલીસ કવાર્ટસમાં રહેતા અને ખટોદરા પોલીસ મથકમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા યોગેશસિંહ સોલંકી પરિવાર સાથે રહે છે. જોકે યોગેશભાઈ પત્ની આવેશમાં આવી જઈને પોતાના મકાન રૂમમાં ગળે ફાસો ખાઈને આપઘાત કરી લીધેલી હાલતમાં મળી આવી હતી.

આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ જેસોરના જંગલમાં પ્રેમી યુગલે કરી આત્મહત્યા, ત્રણ દિવસથી લટકતી હતી લાશો, યુવક-યુવતી કોણ છે?

છેલ્લા કેટલાક દિવસથી નવું મકાન ખરીદવાનું હતું જેને લઈને પતિ સાથે ઝઘડો ચાલતો હતો. જોકે ઝઘડાને લઈને પતિ પત્ની સાથે બોલતા નહીં હોવાને લઇને આ વાતનું લાગી આવતા જ્યોતિ બહેને પહેલા આપઘાત માટે ફિનાઈલ પીને આપઘાત પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ-નવરાત્રી ભલે નહીં થાય પરંતુ સુરતીઓનો જુસ્સો છે અડીખમ, કોરોનાથી રક્ષણ આપતી બનવા ચણિયાચોળી

આ પણ વાંચોઃ-અમદાવાદની ફિલ્મી સ્ટોરી જેવી ઘટના! પતિ પત્નીનો ઝઘડો જોરદાર વકર્યો, પતિએ કર્યું સાળીનું અપહરણ

તેમાં તેમને સફળતા નહિ મળતા તેમણે ગળે ફાસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. જોકે આ ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાઉ થઇ ગયો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ તાત્કાલિક બનાવ વળી જગ્યા પર પહોંચીને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શારુ કરી હતી. અને મૃતક પત્નીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી.ઉલ્લેખનીય છેકે આજે શુક્રવારે બનાસકાંઠાના અમીરગઢ પાસે આવેલ જેસોરના જંગલની અંદર તળેટી વિસ્તારમાં પ્રેમી યુગલની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવી છે. આજે શુક્રવારે બપોરના સમયે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ અહીંથી પસાર થતા ત્યારે તેમને મૃતદેહની કોહવાની દુર્ગંદ આવી હતી. જેના પગેલ અધિકારીઓએ જેતે દિશામાં તપાસ કરતા તેમને યુવક-યુવતી ઝાડની ડાળી સાથે લટકી હાલતમાં મળ્યા હતા.
Published by:ankit patel
First published:October 16, 2020, 16:29 pm

ટૉપ ન્યૂઝ