સુરત : 'ખબર છે ને હું પોલીસમાં નોકરી કરૂ છું, ગમે તેવા ખોટા કેસમાં ફસાવી દઈશ'

સુરત : 'ખબર છે ને હું પોલીસમાં નોકરી કરૂ છું, ગમે તેવા ખોટા કેસમાં ફસાવી દઈશ'
પ્રતીકાત્મક તસવીર

પાસાની સજા કાપીને ફરીથી પોલીસમાં હાજર થયેલા સલાબતપુરા રેશમવાડમાં રહેતા કોન્સ્ટેબલે ફરીથી તેનું પ્રોતપ્રકાશ્યું

  • Share this:
પાસાની (PASA) સજા કાપીને માંડ બે અઢી મહિના અગાઉ ફરીથી પોલીસ (Police)માં હાજર થયેલા સલાબતપુરા રેશમવાડમાં રહેતા પોલીસ હેડ ક્વાર્ટરના કોન્સ્ટેબલ (Constable) શકીલ ઈસ્માઈલે ફરીથી તેનું પ્રોતપ્રકાશ્યું છે. ત્રણ વર્ષ પહેલા પડોશી જીમ ટ્રેનરે નોધાવેલી હત્યાની કોશિષની ફરિયાદની અદાવત રાખી ગઈકાલે બપોરે તેને રિફાયા મસ્જીદ પાસે આંતરી ઉભો રાખ્યો હતો. અને તેની સાથે ગાળાગાળી કરી હવે હોશિયારી કરીશ તો ખોટા કેસમાં (Threatened of Fake Case)  ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. પોલીસે જીન ટ્રેનરની ફરિયાદ લઈ કોન્સ્ટેબલની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.

સુરત ના સલાબતપુરા વિસ્ત્ટાર રેશનવાડમાં રહેતા સુલેમાન અબ્દુલ કાદર શેખ ઝાંબાએ બજારમાં ફીટનેશ ઝોન-૨ નામના જીમમાં જીમ ટ્રેનર તરીકે નોકરી કરે છે. સુલેમાને ગઈકાલે જેની બાજુમાં રહેતા અને પોલીસ હેડ ક્વાર્ટરના ફરજ બજાવતા કોન્સ્ટેબલ મોહમંદ શકીલ મોહમંદ ઈસ્માઈલ સામે ફરિયાદ નોîધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ મોહમંદ શકીલ સામે ત્રણેક વર્ષ અગાઉ હત્યાની કોશીષની ફરિયાદ નોîધાવી હતી. જે ફરિયાદની અદાવત રાખી મોહમંદ શકીલે અવાર નવાર તેની સાથે ઝઘડો કરવા પ્રયત્ન કરતો હતો.આ પણ વાંચો : રાજકોટ : 'કૂકી' ભરવાડે PSI સહિત સ્ટાફ પર કર્યો હુમલો, ચામુંડા હોટલ પર સોડા બોટલો ઉલળી

દરમિયાન ગઈકાલે બાર વાગ્યે સુલેમાન તેના મિત્ર અલ્તાફ સોપારીવાલા સાથે ઘરેથી કામથી જતો હતો તે વખતે રિફાયા મસ્જીદ પાસે રોકી ગાળાગાળી કરી હતી. અને 'તને ખબર છે ને હુ પોલીસમાં નોકરી કરૂ છુ તને ગમે તેવા ખોટા પોલીસ કેસમાં ફસાવી દઈશ. તારા જીમને તાળા મરાવી દઈશ અને મહોલ્લો મુકાવી દઈશ. તારી જે હોશીયારી હોય એ તું કાઢી નાખજે નહીતર અગાઉ તું બચી ગયો હતો હવે પછી તું નહી બચે' તેમ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો : પાલિતાણા : વ્યાજખોરોએ યુવક પર પેટ્રોલ છાંટ્યુ, દિવાસળી ચાપી જીવતો સળગાવ્યો

વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કોન્સ્ટેબલ શકીલ ઈસ્માઈલ સામે અગાઉ ત્રણ ગુના નોîધાયા છે જેમાં કેદી પાર્ટીમાંથી આરોપી ભાગી જવાનો, મારામારીનો અને હત્યાની કોશીષનો ગુના નોîધાયા છે. શકીલ પાસા પણ કાપી ચુક્યો છે અને બે અઢી મહિના પહેલા જ ફરીથી હાજર થયો હતો પોલીસે સુલેમાન શેખની ફરિયાદ લઈ કોન્સ્ટેબલ શકીલ ઈસ્માઈલની ધરપકડ કરી હતી
Published by:Jay Mishra
First published:April 03, 2021, 19:01 pm

ટૉપ ન્યૂઝ