Home /News /south-gujarat /

સુરત : 'તમે પોલીસ કમિશનર છો? મારા ભત્રીજીના બેગ ગુમ થઈ છે, શોધી આપશો?' જાણો પછી શું થયું

સુરત : 'તમે પોલીસ કમિશનર છો? મારા ભત્રીજીના બેગ ગુમ થઈ છે, શોધી આપશો?' જાણો પછી શું થયું

સુરત પોલીસ કમિશનર અજય તોમરે એક ગુમ થયેલી બેગ માટે તપાસ કરાવી અને શોધી અપાવી

Surat News : સુરતના જીમખાના (Surat Gymkhana) પાસે એક વૃદ્ધ વેપારીને મોર્નિંગ વોક પર પોલીસ કમિશનર અજય કુમાર (Surat Police Commissioner Ajay Tomar) તોમરનો ભેટો થઈ ગયો, વેપારીએ સીપી તોમરને (CP Ajay Tomar) વિનંતી કરી પછી જે થયું તે જાણવા જેવું છે.

વધુ જુઓ ...
સુરત : 'તમે પોલીસ કમિશનર છો? મારા ભત્રીજીના બેગ ગુમ થઈ છે, શોધી આપશો?' સુરતના પોલીસ કમિશનરના (Surat Police Commissioner) કાને અચાનક આ અવાજ પડ્યો, સુરત પોલીસ કમિશનર અજય કુમારે જોયું (Surat Police Commissioner Ajay Tomar) તો સામેની વ્યક્તિ વૃદ્ધ દેખાતી હતી. જોકે, વેપારી જણાતા આ વ્યક્તિને પોલીસ કમિશનર તોમેરે કહ્યું, હા, હું પોલીસ કમિશનર છું, આપને શું સમસ્યા છ? સામેની વ્યક્તિએ કહ્યું, મારૂં એક કામ કરી આપશો? મારા ભત્રીજાની બેગ એરપોર્ટ જતા ગુમ થઈ ગઈ છે? શું તમે શોધાવી આપશો?. સાવ સામાન્ય જણાતી આ બાબતને પોલીસ કમિશનરને અણદેખી ન કરી.

વૃદ્ધ વેપારીની રજૂઆત સાંભળી અને તેમમે શાલિનતાથી કહ્યું, ચિંતા ન કરો બેગ મળી જશે. આ કિસ્સો ખૂબ સામાન્ય છે પરંતુ સુરતના એક બાહોશ અધિકારી પોલીસ કમિશનર અજય તોમરને સંવેદનશીલતાનો કિસ્સો છે. વેપારી પાસેથી માહિતી લઈને પોલીસ કમિશનરને જરૂરી સૂચના પોતાના અધિકારીને આપી અને પછી જે થયું તે જાણવા જેવું હતું.

વેપારી ઓમપ્રકાશ નિયમીતપણે મોર્નિંગ વોક પર જાય છે. જોકે, તેઓ થોડા સમસ્યામાં હતા. અચાકન તેમનો ભેટો અજય કુમાર તોમર સાથે થયો. એરપોર્ટ જતા ભત્રીજાની ખોવાયેલી બેગના કારણે અગ્રવાલ ચિંતીત હતા. તેમણે વિચાર્યુ નહીં કે પોલીસ કમિશનરને એક સામાન્ય બેગ ખોવાય જવાની રજૂઆત કરાય કે નહીં અને સામે પોલીસ કમિશનરે પણ આ ઘટનાને હળવાશથી ન લીધી. પોલીસ કમિશનરે પોલીસ ઈન્સપેક્ટર રાજપૂતને તપાસ કરવા માટે કહ્યું.

આ પણ વાંચો : સુરત : SMC અને પોલીસની દાદાગીરીનો Viral Video, લારીઓવાળાને દોડાવી દોડાવીને ઢીબી નાખ્યા!

બનાવ શું હતો

ઓમપ્રકાશ અગ્રવાલના ભત્રીજા અને યાર્નના વેપારી રાહુલ ગોયલનો પુત્ર ઊંટીમાં અભ્યાસ કરે છે. છ એપ્રિલના રોજ તેઓ પત્ની અને નાની દીકરી સાથે પુત્રને સ્કૂલમાં જવાનું હોવાથી એરપોર્ટ મૂકવા જતા હતા. તેમની આ બેગમાં દીકરા સ્કૂલના દસ્તાવેજો અને થોડી રોકડ હતી. અઠવાલાઈન્સથી એરપોર્ટ જતા સમયે તેમની બેગ અચાનક કારની ડીકીમાંથી પડી ગઈ હતી. એ સમયે ફ્લાઈટ હોવાથી તેઓ નીકળી ગયા પરંતુ કાકાને આ વાત કરી હતી.

એરપોર્ટ જઈને જોયું તો એક બેગ નહોતી

આ અંગે રાહુલ ગોયલે જણાવ્યું, 'હું મારી પત્ની અને નાની દીકરી 6 એપ્રિલે સવારે ઊંટી જવા કારમાં અઠવાલાઈન્સથી એરપોર્ટ જવા નીકળ્યા હતા. ડીકીમાં ઘણા સામાન હતો. એરપોર્ટ જોયું તો એક બેગ નોહતી. તેમાં થોડા રૂપિયા અને દીકરાના સ્કૂલને લગતા મહત્વાનાં ડોક્યુમેન્ટ્સ અને સામાન હતો. અમારી ફ્લાઈટ હોવાથી નીકળી જવું પડ્યું હતું. મારા કાકા ઓમપ્રકાશભાઈએ પોલીસ કમિશનરને આ વાત કરી હતી. ઉમરા પોલીસમાં અરજી પણ કરી હતી. પોલીસના પ્રયાસોથી અને રિક્ષાવાળાની ઇમાનદારીને કારણે અમારી બેગ પરત મળી હતી.
'

આ પણ વાંચો : રાજકોટ : પિતાએ ઠપકો આપતાં પુત્રીએ કર્યું અગ્નિ સ્નાન, એકની એક દીકરી ગુમાવતા પરિવાર માથે વજ્રાઘાત

પોલીસે સીસીટીવી ચકાસ્યા, એક ઈમાનદાર રીક્ષાવાળો મળી આવ્યો

ઉમરા પોલીસે આ મામલે સીસીટીવી ચકાસ્યા ત્યારે આ બેગ રસ્તામાં પડતી જોવા મળી હતી. બેગ એક રીક્ષાવાળો ઉંચકી અને પરત લઈ ગયો હતો. પોલીસના પ્રયાસોથી અને ઈમાનદાર રીક્ષાવાળાના કારણે બેગ પરત મળી.
Published by:Jay Mishra
First published:

Tags: ગુજરાતી સમાચાર, પોલીસ કમિશનર, સુરત, સુરત પોલીસ, સુરતના સમાચાર

આગામી સમાચાર