સુરતમાંથી ગાંજાનું મોટું નેટવર્ક ઝડપાયું, SOGએ રેડમાં 300 કિલો ગાંજો ઝડપી પાડ્યો

પોલીસે 8 લાખ રૂના ગાંજા સાથે બે આરોપીઓની ધરપક કરી, ગાંજાના મોટા નેટવર્ક પર પોલીસનો સપાટો. આરોપીઓ અમરોલીમાં ગોડાઉન બનાવી શહેરમાં છૂટક સપ્લાય કરતા હોવાનો ઘટસ્ફોટ

News18 Gujarati
Updated: November 10, 2019, 5:12 PM IST
સુરતમાંથી ગાંજાનું મોટું નેટવર્ક ઝડપાયું, SOGએ રેડમાં 300 કિલો ગાંજો ઝડપી પાડ્યો
આરોપીઓ અમરોલીમાં ગોડાઉન બનાવી શહેરમાં છૂટક સપ્લાય કરતા હોવોનો ખુલાસો
News18 Gujarati
Updated: November 10, 2019, 5:12 PM IST
કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરમાં (surat City) માં છાસવારે ટ્રેનમાંથી (Train) ગાંજાનો (Marijuana) જથ્થો મળી આવે છે જોકે, પોલીસના (Police) દબાણ ને લઈને આરોપીઓ દ્વારા હવે બાય રોડ આ જથ્થો લાવવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત શહેર પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG)ને મળેલી એક બાતમી મુજબ અજાણ્યા શખ્સોએ ગાંજાનો જથ્થો લાવી એક મકાનમાં સંતાડ્યો હતો. પોલીસે આ બાતમીના આધારે રેડ કરતા 18 લાખ રૂપિયા રૂપિયાની કિંમતના 300 કિલો ગાંજા સાથે બેની ધરપકડ (Arrested Two) કરી હતી.

સુરતમાં રહેતાં કેટલાક ઓરિસ્સાવાસી શખ્સો ઓરિસ્સાથી ટ્રેનમાં ગાજાનો જથ્થો લાવતા હોય છે પણ પોલીસ દ્વારા થતાં સતત ચેકિંગના લઈને આરોપી ભાગી જતા હોય છે અને ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં પોલીસના હાથે લાગી જતો હોય છે. ગાંજાનું નેટવર્ક તોડી પાડવા માટે ટ્રેનમાં પોલીસ તપાસનું દબાણ વધતા હવે ગઠિયાઓએ આ જથ્થો બાય રોડ લાવવાનું શરુ કરવામાં આવ્યું હતું, ત્યારે આવો જ એક ગાંજાનો જથ્થો આરોપીઓએ લાવીને એક મકાનમાં સંતાડ્યો હોવાની વિગતો સુરત સ્પેશિયલ ઑપરેશન ગ્રુપને મળતા ગતરોજ સાંજે અમરોલી માનસરોવર સર્કલ પાસે આવેલી શિરડી ધામ સોસાયટીમાં એક મકાનમાં SOGS દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો :  ઝઘડો થતાં જ પતિએ વૉટ્સએપ ગ્રુપ બનાવી પત્નીના ન્યૂડ ફોટો વાયરલ કરી દીધા

અમરોલીમાં ગાંજાનું ગોડાઉન બનાવી છૂટક વેપારીને સપ્લાય કરાતો હતો

જોકે, પોલીસને આ મકાન માંથી 300 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જોકે, તેની અંદાજિત કિંમત 18 લાખ થાય છે જેથી પોલીસે આ મકાન માંથી કાર્તિક ઉર્ફે સલમાન ગંગાધર સ્વાઈ અને સાગર ઉર્ફે બુટુ જગા બિલ્વાલને પોલીસે ઝડપી પાડ્યા હતા. જોકે, દરોડા વખતે રાજુ નામનો શખ્સ ફરાર થઇ જતાં તેને એસ.ઓ.જી વૉન્ટેડ જાહેર કર્યો છે. ઝડપાયેલો આરોપી કાર્તિક ઉર્ફે સલમાન ગાંજાનો મુખ્ય સપ્લાયર છે અને તેણે આ મકાનમાં ગાંજાનું ગોડાઉન બનાવી છૂટકમાં નાના સપ્લાયરોને વેચાણ કરી દેતો હોવાની વિગત પોલીસ પૂછપરછ માં બહાર આવી હતી જેને લઈને પોલીસે આ ઈસમો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે
First published: November 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...