સુરત : વરાછામાં રોડ રોમિયોનો આતંક! હીરાના કારખાનામાં કામ કરતી મહિલાને કહ્યું, 'એ આઇટમ'

સુરત : વરાછામાં રોડ રોમિયોનો આતંક! હીરાના કારખાનામાં કામ કરતી મહિલાને કહ્યું, 'એ આઇટમ'
મામલો વરાછા પોલીસ મથકમાં પહોંચતા પોલીસે રોમિયોની ધરપકડ કરી છે.

અંકુર સોસાયટીમાં આવેલા હીરાના કારખાનામાં કામ કરતી મહિલા મોપેડ પાર્ક કરી રહી હતી ત્યારે રોમિયોએ છેડતી કરી, કહ્યું 'એ આઇટમ' મહિલાએ વિરોધ કરતા ચપ્પુ બતાવ્યું

  • Share this:
સુરત શહેરમાં (Surat) સતત  મહિલાઓની છેડતીની (Eve Teasing) ઘટના સામે આવે છે ત્યારે વરાછા વિસ્તારમાં  બે દિવસ પહેલાં બે બહેનોની છેડતી ઘટના બાદ હીરા ઉધોગમાં (Diamond worker Woman) કામ કરતી મહિલાની છેડતીનો એક કિસ્સો સામે આવ્યો છે. જોકે આ મહિલા દ્વારા આ મામલે માલે પોલીસેમાં ફરિયાદ (Police complain) કરતાની સાથે પોલીસે રોડ રોમિયોની ધરપકડ (Rode romeo) કરી છે

સુરતમાં જાણે મહિલા અત્યાચારની સતત ઘટના બની રહી છે. તેમાં પણ મહિલા સાથે દુષ્કર્મ અને મહિલાઓની છેડતીન સતત ઘટના સામે  આવી રહી છે. જોકે બે દિવસ પહેલા વરાછા ખાતે રહેતી અને કામ કરી પરિવારની મદદ કરતી બે બહેની છેડતી બાદ તેને મારમાર મારવા સાથે તેના  કપડાં ફાડી નાખવાં ઘટના  સામે  આવી હતી ત્યારે વધુ એક મહિલાની છેડતીની ઘટના સામે આવી છે.આ પણ વાંચો :  સુરત : વરાછામાં રોમિયોનો આતંક! સગી બહેનોની જાહેરમાં છેડતી કરી, કપડાં ફાડવાની કોશિશ

સુરતના  નાના વરાછા (Nana Varachha) વિસ્તારમાં રહેતી મહિલા વરાછાના એક હીરાના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરતી હતી. જોકે હીરાના કારખાના કામ કરતા માલિક દ્વારા મહિલાને નાસ્તો લઇ આવાનું કહેતા આ મહિલા બજારમાંથી નાસ્તોઓ લઈને અંકુર સોસાયટી ખાતે આવેલ પોતા હીરાના કારખાના ખાતે પરત ફરી પોતાની મોપેડ પાર્ક કરી રહી હતી.

ત્યારે ત્યાં હાજર એક રોડ રોમિયો વિકાસ નંદુબેન જય નિશાદે  ‘એ આઇટમ’ કહીને બુમ પાડી હતી જેને લઈને આ મહિલા દ્વારા આ રોડ રોમિયોને ઠપકો આપવામાં આવ્યો હતો. જેને લઈને આ રોડ રોમિયોએ મહિલા સાથે ઝઘડો શરુ કરી નાખ્યો હતો. જોત જોતામાં લોકો એકત્ર થઈ ગયા હતા.

આ પણ વાંચો :  અમદાવાદ : આપઘાતની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના! રીવરફ્રન્ટ પર અંતિમ video બનાવી પરિણીતાએ જિંદગી ટૂંકાવી

ત્યારે બીજી બાજુ મહિલાના હીરાના કારખાના મલિક પણ ત્યાં દોડી આવ્યા હતા ત્યારે આ રોડ રોમિયો દ્વારા મહિલાને પોતાની પાસે રહેલ ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને મહિલાએ આ રોડ રોમિયો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને  લઈને વરાછા પોલીસે તાતકાલિક આ મામલે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Published by:Jay Mishra
First published:February 28, 2021, 07:21 am

ટૉપ ન્યૂઝ