સુરત : ATM તોડવાનો ચોરોએ પ્રયાસ કરતા સાયરન વાગ્યું, પોલીસે રંગેહાથ ઝડપ્યા

સુરત : ATM તોડવાનો ચોરોએ પ્રયાસ કરતા સાયરન વાગ્યું, પોલીસે રંગેહાથ ઝડપ્યા
એટીએમમાં ચોરી કરતા રંગેહાથ ઝડપાયા

પોલીસથી બચવા ભાગી જનાર ચોર એટીએમ સેન્ટર નજીકના ઘરના ઓટલા પર જઇ સુઇ જતા પોલીસે તેને ત્યાંથી ઝડપી પાડયો હતો.

  • Share this:
સુરત : ભેસ્તાન ખાતે આવેલા એક્સીસ બેંકના એટીએમમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા. પરંતુ એટીએમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા અને સેન્સર થકી મુંબઇ સ્થિત હેડ ઓફિસને જાણ થતા તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને પોલીસે બે ચોરને રંગેહાથ ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે.

એક તરફ શહેરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે તસ્કરો તો બેખોફ બનીને શહેરમાં ચોરીની ઘટનાને અંજામ આપી રહી રહ્યા છે. ત્યારે શહેરમાં ફરી એકવાર એટીએમમાં ચોરીનો પ્રયાસ કરતા બે રંગે હાથ ઝડપાયા હતા.ભેસ્તાન હરિઓમ નગરના પ્લોટ નં. 355 માં આવેલા એક્સીસ બેંકના એટીએમ સેન્ટરમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ એટીએમ તોડવાનો પ્રયાસ કરતા વેંત એટીએમ સેન્ટરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા અને સેન્સર થકી મુંબઇ સ્થિત હેડ ઓફિસમાં સાયરન વાગવાનું શરૂ થઇ ગયું હતું. જેથી હેડ ઓફિસ દ્વારા તુરંત જ સ્થાનિક સિક્યુરીટી સ્ટાફ અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. જેને પગલે પાંડેસરા પોલીસ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

આ પણ વાંચોસુરત: પોલીસ કમિશ્નરનાં જાહેરનામની ઐસીતૈસી, TRB જવાનનો જાહેરમાં બર્થ ડે ઉજવતો Video વાયરલ

પોલીસને જોતા વેંત બે પૈકી એક ચોર ભાગી ગયો હતો અને એક ચોર ઝડપાય ગયો હતો. પોલીસથી બચવા ભાગી જનાર ચોર એટીએમ સેન્ટર નજીકના ઘરના ઓટલા પર જઇ સુઇ જતા પોલીસે તેને ત્યાંથી ઝડપી પાડયો હતો.પોલીસે બંન્ને ચોરની હાથ ધરેલી પુછપરછમાં તેમણે પોતાના નામ હારૂન રોશન શા અને ફારૂકખાન ફરીદખાન હોવાની કબૂલાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે બંન્ને ગર્દુલ્લા છે અને અગાઉ પણ અનેક ચોરીઓ કરી હોવાની કબુલાત કરી છે. પોલીસે બંન્ને ચોર વિરૂધ્ધ એટીએમ તોડી ચોરીનો પ્રયાસ અને તે અંતર્ગત થયેલા રૂા. 96 હજારના નુકશાનની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:July 08, 2020, 17:45 pm

टॉप स्टोरीज