Home /News /south-gujarat /

રાજ્યભરમાં દુકાનોમાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 17 ગુનાનો ભેદ ઉકેલાયો

રાજ્યભરમાં દુકાનોમાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 17 ગુનાનો ભેદ ઉકેલાયો

    રાજ્યભરમાં ઘરફોડ તથા દૂકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપતી ચોર ટોળકીનો પર્દાફાશ થયો છે. સુરત ગ્રામ્ય LCB પોલીસે આંતર જિલ્લામાં ચોરી કરતી ગેંગના બે સાગરિતોને દબોચી લીધા છે. સાથે જ આરોપીઓ પાસેથી એક લાખથી વધુનો મુદ્દામાલ કબજે પણ લેવાયો છે.

    અહીં ક્લિક કરી વાંચો દેખાવડા બાળક માટે પત્નીએ લીધો અનોખો નિર્ણય, પતિ પણ થયો સ્તબ્ધ

    પ્રાપ્ત વિગત પ્રમાણે છેલ્લા કેટલાક મહિનાથી રાજ્યની પોલીસને દોડતી કરનારી ઘરફોડ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગ સુરત ગ્રામ્ય, વડોદરા, ભાવનગર, સેલવાસ અને અમદાવાદ સહિતના જિલ્લામાં ચોરીને અંજામ આપતી હતી. આ ગેંગ ખાસ કરીને દુકાનને ખાસ ટારગેટ બનાવતી હતી. ઝડપાયેલા બંને આરોપીઓએ પોલીસ સમક્ષ 17 ગુનાની કબૂલાત આપી છે.

    ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગના બે સાગરિતોને સુરત ગ્રામ્ય LCB પોલીસે કડોદરા ચાર રસ્તા નજીકથી ધરપકડ કરી છે. આ બંને આરોપી પાસેથી પોલીસે બે માબાઇલ, મોબાઇલની એસેસરીઝ, બાઇક મળી એક લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે જણાવ્યું કે ઝડપાયેલા બંને રીઠા આરોપીઓ અગાઉ ઘરફોડ તેમજ એટીએમ ચોરીના કેસમાં પોલીસના હથ્થે ચડી ચૂક્યા છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Surat Police arrested

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन