સુરત : ઘાતક હથિયારથી યુવાની હત્યા, હોહેમ સીટી અને તેની ગેંગના પાંચની ધરપકડ

સુરત : ઘાતક હથિયારથી યુવાની હત્યા, હોહેમ સીટી અને તેની ગેંગના પાંચની ધરપકડ
લિંબાયત હત્યા કેસમાં પાંચની દરપકડ

આ પકડાયેલા આરોપીઓએ કાવતરું રચી યુવાનની હત્યા કરી હતી, જેને લઈને અન્ય કલમો પોલીસે ફરિયાદમાં ઉમેરી આ ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.

  • Share this:
સુરત : શહેરમાં સતત ગુનાખોરી વધી રહી છે ત્યારે સતત હત્યાની ઘટના સામે આવતા પોલીસે આવા ગંભીર ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ટિમો કામે લાગી હતી, ત્યારે લિંબાયત વિસ્તારમાં સન્માનીય બાબતે 11 જાન્યુઆરીના રોજ એક યુવાનની જાહેરમાં પાંચ જેટલા લોકોએ તીક્ષણ હથિયાર વડે યુવાનની ઘાતકી હત્યા કરી હતી. આ મામલે લીંબાયત પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

દુનિયામાં સૌથી ઝડપી વિકાસ કરતુ શહેર એટલે સુરત શહેર અને જે રીતે શહેર વિકાસ કરી રહ્યુ છે, ત્યારે બીજીબાજુ આ શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાને પગલે સતત ગુનાખોરી પણ વધી રહી છે. સૌથી વધુ કદાચ હત્યાની ઘટના આ શહેરમાં બનતી રહી છે, ત્યારે 24 કલાકમાં એક સાથે 3 જેટલી હત્યાની ઘટના અમે આવ્યા બાદ આરોપીઓને પકડી પાડવા પોલીસે ખાસ કાર્યવાહી શરૂ કરી હતી.આ પણ વાંચો - સુરત : લુમ્સના કારીગરનું ત્રીજા માળેથી રહસ્યમય રીતે નીચે પટકાતા મોત

ઉલ્લેખનીય છે કે, તારીખ 11 જનીયુઆરીના દિવસે સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ જંગલશા બાવાની દરગાહ પાસે મોસીન સ્લિમ ખાન પઠાણ પોતાના ગર પાસે બેઠો હતો, ત્યારે પાંચ જેટલા ઈસમો આવ્યા હતા અને અને જૂના ઝગડાની અદાવતમાં તેના પર ચપ્પુ જેવા ઘાતક હથિયાર સાથે હુમલો કરી તેની હત્યા નિપજાવી ત્યાંથી ભાગી છૂટ્યાં હતા. જોકે પોલીસે આ હત્યા મામલે હોહેમ સીટી અને તેમની ગેંગના લોકોના નામ સામે આવ્યા હતા.

આ પણ વાંચો - રાજકોટમાં કુંવારી માતાનો અજીબો ગરીબ કિસ્સો : હોસ્પિટલમાં યુવતીનો ખુલાસો સાંભળી પોલીસ પણ ચોંકી

પોલીસે આ મામલે આરોપીઓને પકડી પાડવાની કવાયત હાથ ધરી હતી. જોકે પોલીસે ફારૂક પારસલ ફારૂક તેડાં સાગર ઉર્ફે તડીપાર જયેશ કુમાવત અને રાહુલ પંડિતની પોલીસે અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ પકડાયેલા આરોપીઓએ કાવતરું રચી યુવાનની હત્યા કરી હતી, જેને લઈને અન્ય કલમો પોલીસે ફરિયાદમાં ઉમેરી આ ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઈસમો ગનાહીત ઇતિહાસ ધરાવતા હોવાને લઈને પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:January 21, 2021, 16:05 pm

ટૉપ ન્યૂઝ