Home /News /south-gujarat /

સુરત : 31 વર્ષનો 'બંટી' અને 44 વર્ષની 'બબલી' સાથે મળીને કરતા હતા ગોરખધંધો, પોલીસ દિલ્હીથી પકડી લાવી

સુરત : 31 વર્ષનો 'બંટી' અને 44 વર્ષની 'બબલી' સાથે મળીને કરતા હતા ગોરખધંધો, પોલીસ દિલ્હીથી પકડી લાવી

Surat Bunty Bubbly Gang : સુરત પોલીસે દિલ્હીથી ઈન્શ્યુરસ ધારકોને ફોન પર છેતરી પૈસા પડાવતી ગેંગને પકડી

Surat News : સુરતના ડીડોલીમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે દિલ્હીના અર્શદ રઝા અને મધુ વર્માની ધરપકડ કરી મોટું કૌભાંડ પકડ્યું, જો તમે વીમો લીધો હોય તો જરૂરથી વાંચો આ અહેવાલ

સુરત : સુરત પોલીસ (Surat Police)  દિલ્હીથી (Delhi) મોબાઈલ અને લેપટોપ દ્વારા લોકોને ચૂનો ચોપડતી બંટી-બબલીની (Bunty Babbly Gang) ગેંગ ઝડપી પાડી છે. આ ગુનામાં 31 વર્ષનો આરોપી બંટી અર્શદ અને 44 વર્ષની બબલી મઘુ દિલ્હીમાં બેઠા બેઠા એક્સેલના ડેટાના આધારે મોબાઈલ નંબરો પર ફોન કરી લોકોને પોતાની જાળમાં (Scam)  ફસાવતા હતા. આ બંને શખ્શોએ સુરતના ડીંડોલી (Dindoli Police Station surat)  પોલીસ મથકની હદમાં એક વ્યક્તિને 1.65 લાખનો ચૂનો ચોપડ્યો હતો.જોકે, આ ઠગોને જાણ નહોતી કે સુરત પોલીસ તેમનું પગેરૂ શોધી રહી છે અને તેમને પકડી પાડશે.

આ ગુનામાં ફરીયાદી ઉપર આરોપી દ્વારા એક્સાઇડ કંપનીના વીમાની પાકતી રકમ રૂ.16,50,000/- પરત કરવા અંગેની ભ્રામક અને લલચામણી વાતો કરી ફરીયાદી પાસેથી અલગ અલગ ડીજીટલ વોલેટ ના માધ્યમથી અલગ અલગ બેંક ખાતામાં ટુકડે ટુકડે મળી કુલ-1,65,267/- ટ્રાન્સફર કરાવી ક્રોડ કરવામાં આવ્યો હતો

આ ગુનામાં મોબાઇલ સર્વેલન્સ તથા ટેકનીકલ સોર્સ ના માધ્યમથી આરોપીઓ બાબતે માહીતી એકત્રીત કરવાના પ્રયાસો કરી આરોપીઓનું પગેરૂ દબાવી આરોપીઓ દિલ્હી ખાતેથી ફોન કોલ્સ કરી ઓનલાઇન ફ્રોડના ગુનાઓ આચરતા હોવા અંગેની તપાસ દરમ્યાન મળેલ માહીતી આધારે પો.સ.ઇ ડી.આર.બથવાર સાથેની પોલીસ ટીમ દિલ્હી ખાતે તપાસમાં મોકલવામાં આવી હતી.

તેઓએ તેમની ટીમ સાથે આરોપીઓ (1) મો.અર્શદ રઝા 5/0 જમીદાર મો.ખાન ઉ.વ-31 રહેવાસી-સી/361,ન્યુ અશોક નગર,વસુંધરા ઇન્કલેવ, ન્યુ દિલ્હી મુળગામ ધરમઇ,થાના-ઇટીયાથોભ,પોસ્ટ-દેવરીયા અલાવલ,જી-ગોંડા યુ.પી (2) મધુમહેશ કિશનલાલ શર્મા ઉ.વ-44 રહે-હાલ 204,ત્રીજા માળે, બાલાજી ઇન્કલેવ, ગણપતિ સોસાયટી વિ-૩,ગ્રેટર નોઇડા,થાના-બિસરત,જી-ગાઝીયા બાદ યુ.પી મુળ રહે.સી/૧૦/૩૭,ગલી નં-૯,કબીર નગર,શહાદરાં,થાના-શહાદરાં, પોસ્ટ-ગોકુલપુર, દિલ્હીને શોધી કાઢી અત્રે સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ પણ વાંચો :  સુરત : સેવન સ્ટાર હોટલના એકાઉન્ટ મેનેજરની ગળું કાપી હત્યા, સ્ટોર રૂમમાં સંતાડી હતી લાશ

આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મદામાલની વિગત

(1) JUST DIAL માંથી મેળવેલ જુદા જુદા પોલીસી હોલ્ડરોના કુલ 10 EXCEL શીટમાં 34252 નામો ના ડેટા છે.

(2) અલગ અલગ બેંકની પાસબુકો નંગ-૭

(4) અલગ અલગ બેંક ખાતાની ચેકબુકો (૪) જુદી જુદી કંપનીના સીમકાર્ડ નંગ-૪ નંગ-૧૬

અર્શદ અને મધુ લોકોને ઉલ્લુ બનાવી પૈસા પડાવવા માટે આટલા મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરતા હતા.


(5) અલગ અલગ બેંકના ડેબીટ કાર્ડ નંગ-૧૫

(6) મોબાઇલ ફોન નંગ-૯

(7) HP કંપનીનું લેપટોપ

જાણો કેવી રીતે લગાવતા હતા ચૂનો

(૧) મો.અર્શદ રઝા ડ/0 જમીદાર મો.ખાન નાઓ દિલ્હી એફ/૫૧,અરોરા શોર્પસ, ઇન્દરાપુરમ ખાતે MAR સર્વિસીસ ના નામથી કોલ સેન્ટર ચલાવી જુદા જુદા વિમા ધારકોના મોબાઇલ નંબર નામ/સરનામા ની વિગત JUST DIAL ના માધ્યમથી મેળવી પોતે અમીતકુમાર શર્મા નામથી તેમજ બીજા અલગ અલગ નામો થી ફોન કરી ગ્રાહકોને તેમના વિમાના ફસાયેલા નાણા કઢાવી આપવા માટેની લોભામણી લાલચો આપી ઓનલાઇન પોર્ટલ જેવા કે,BHIM UPI PHONE PAY,નું સુપરવિઝન કરતી સંસ્થા NPCI (નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા) ના નામથી ફેક લેટર મોકલી ગ્રાહકોના રૂપિયા પોતાના મળતીયાઓના એકાઉન્ટમાં જમા કરાવતાં હતા.

આ પણ વાંચો : સુરત : રૂવાંડા ઊભા કરી નાખતો CCTV Video, બિલ્ડીંગનો સ્લેબ મહિલા પર ખાબકતા માથું ફાટી ગયું, 30થી વધુ ટાંકા આવ્યા

જે પૈસા જમા થતાની સાથે જ તુરંત જ પોતાના પાસે કામે રાખેલ વ્યકિતઓ મારફતે વીડ્રો કરાવી લેતાં હતા.આ રીતે આરોપીએ આજસુધીમાં અંદાજીત ૨/૩ કરોડ રૂપીયા છેતરપીંડીથી મેળવ્યા હતા.

મધુ w/0 મહેશ કિશનલાલ શર્મા ની ઉપરોકત આરોપી સાથે સંપર્કમાં રહી આરોપીના કહ્યા મુજબ તમામ બેંક એકાઉન્ટો પોતાના નામે ફેક એડ્રેસ ઉપર ખોલાવી તે એકાઉન્ટસ માં જમા થતી રકમો અંગે આરોપી મો.અર્શદ રઝા ના કહ્યા મુજબ વીડ્રો કરી સદર રકમ ઉપરોકત આરોપીને પહોંચાડતી હતી.
Published by:Jay Mishra
First published:

Tags: ગુજરાતી સમાચાર, સુરત, સુરતના સમાચાર

આગામી સમાચાર