સુરત : ચોરીના મોબાઇલ ફોનના લોક તોડી આપનાર દુકાનદારની ધરપકડ

News18 Gujarati
Updated: November 18, 2019, 3:21 PM IST
સુરત : ચોરીના મોબાઇલ ફોનના લોક તોડી આપનાર દુકાનદારની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

ચોરીના મોબાઈલ ખરીદનાર અને મોબાઈલના લોક તોડી આપનાર દુકાનદારની પણ ધરપકડ.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : શહેરની કતારગામ પોલીસે મોબાઇલ ફોનની ચોરી કરતી એક રિક્ષા ગેંગને ઝડપી પાડી છે. આ ગૅંગ મુસાફરને રિક્ષામાં આગળ-પાછળ ખસવાનું કહીને તેમની નજર ચુકવીને તેમના મોબાઇલ ફોનન ચોરી લેતી હતી. કતારગામ પોલીસે તેમની પાસેથી ચોરીના 21 મોબાઈલ અને રિક્ષા મળીને કુલ રૂપિયા 1.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. એટલું જ નહીં પોલીસે ટોળકી પાસેથી ચોરીના મોબાઈલ ખરીદનાર અને મોબાઈલના લોક તોડી આપનાર દુકાનદારની પણ ધરપકડ કરી છે.

પોલીસે કુલ સાત આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન જેવા વિસ્તારમાં વહેલી સવારે આવતા મુસાફરોને રિક્ષામાં બેસાડી તેઓને નિશાન બનાવતા હતા. કતારગામ પોલીસને આ અંગે બાતમી મળી હતી. પોલીસને માહિતી મળી હતી કે આ ગૅંગ રિક્ષામાં મુસાફરોને બેસાડ્યા બાદ આગળ-પાછળ ખસવાનું કહી નજર ચુકવીને મોબાઈલ ફોન ચોરી લેતા હતા. પોલીસે આ ગુનામાં કોસાડ આવાસમાં રહેતી રિક્ષા ચાલક ટોળકીના રફિક ઉર્ફે બાંગો ઉમરદરાસ શેખ, અનવર કાસમ શેખ, અલ્લારખા ઉર્ફે અલ્લુ સાબિર શેખ, વીકી સાજન થોરાટ, રાહુલ સુરેશભાઇ આહિરે, ફૈયાઝ કયુમશા,અનીશ ઐયુબને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીના 21 મોબાઈલ અને રિક્ષા મળીને કુલ રૂપિયા 1,79,500નો મુદામાલ કબજે કર્યો હતો.

ટોળકીની પ્રાથમિક પૂછપરછમાં ચોરીના મોબાઈલ કોસાડ આવાસમાં રહેતા ફાઇનાન્સર રફિક ઉર્ફે બાંગો ઉમરદાસ શેખને વેચતા હતા. આ મોબાઈલના લોક આવાસમાં મોબાઈલની દુકાન ધરાવતા અનીશ ઐયુબ સમાજ તોડી આપતો હોવાની કબૂલાત કરતા બંને જણાની પણ ધરપકડ કરી હતી.

આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ટોળકી રિક્ષા લઇને સાંજના તેમજ વહેલી સવારે નીકળતી હતી. જે બાદમાં મુસાફરને આગળ પાછળ કરીને તેમના મોબાઇલ ફોનની ચોરી કરી લેતી હતી. ફક્ત મોબાઇલ જ નહીં તેમના વોલેટની પણ ચોરી કરી લેતા હતા. આરોપી રફિક ઉર્ફે બાંગો ઇચ્છાપોરમાં સાત વર્ષ અગાઉ મોબાઇલ ચોરીના ગુનામાં પકડાયેલો છે. જયારે અલ્લારખા ઉર્ફે અલ્લુ ખટોદરામાં છ વર્ષ અગાઉ મોબાઇલ ચોરીના ગુનામાં પકડાયેલો છે. હાલ પોલીસે તમામની ધરપકડ કરી તેઓએ શહેરના અન્ય કયા વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.
First published: November 18, 2019, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading