Home /News /south-gujarat /

સુરત: સ્પાની આડમાં દેહવ્યાપાર કરાવવાનો મામલો, પોલીસના હાથમાંથી ભાગી ગયેલો આરોપી ઝડપાયો

સુરત: સ્પાની આડમાં દેહવ્યાપાર કરાવવાનો મામલો, પોલીસના હાથમાંથી ભાગી ગયેલો આરોપી ઝડપાયો

વડોદરા ખાતે આવેલ સાસ રોડ કરજણથી અપહરણ કરી, સુરત લાવી સગીર વયની છોકરીઓને બળજબરી પૂર્વક અલગ અલગ સ્પામાં તેની પાસે બળજબરી પૂર્વક દેહવેપાર કરાવવામાં આવતો હતો

વડોદરા ખાતે આવેલ સાસ રોડ કરજણથી અપહરણ કરી, સુરત લાવી સગીર વયની છોકરીઓને બળજબરી પૂર્વક અલગ અલગ સ્પામાં તેની પાસે બળજબરી પૂર્વક દેહવેપાર કરાવવામાં આવતો હતો

સુરતના વેસુ વીઆઇપી અને કેનાલ રોડ પર સ્પાના નામે ચાલતા સેક્સ રેકેટમાં વડોદરાની સગીરા સાથે આઠે અલગ અલગ સ્પામાં દેહવ્યાપાર કરાવમાં આવતો હતો. જોકે આ મામાલો સામે આવતા આ ગુનાના મુખ્ય આરોપી પ્રમોદ શર્માને પોલીસે ઝડપ્યાના 15 કલાકમાં જ કોરોનાની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યો હતો, અને તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જોકે પોલીસને બાતમીના આધારે 11 દિવસ બાદ આરોપીને તેના ઘર પાસેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વડોદરા ખાતે આવેલ સાસ રોડ કરજણથી અપહરણ કરી, સુરત લાવી સગીર વયની છોકરીઓને બળજબરી પૂર્વક અલગ અલગ સ્પામાં તેની પાસે બળજબરી પૂર્વક દેહવેપાર કરાવવામાં આવતો હતો. એક કીશોરી દ્વારા આ મામલે ફરિયાદ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધ તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. આ ગુનામાં અનેક લોકોની ધરપકડ પોલીસે કરી હતી, જોકે આ ગુનાના મુખ્ય આરોપીને પણ પોલીસે હવે ઝડપી પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આરોપી પ્રદીપ શર્મા પકડાયા બાદ કોરોના સંક્રમિત હોવાને લઈને સારવાર માટે પોલીસ જાપતામાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જોકે ત્યાંથી આરોપી ભાગી છૂટ્યાં હતો, જોકે પોલીસને બાતમી મળી હતી કે, 11 દિવસથી પોલીસથી ભાગતો આરોપી પોતાના ઘરે પાંડેસરા ખાતે આવાનો છે.

આ બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પડ્યો હતો, જોકે પકડાયેલ આરોપી અગાઉ સને 2017ની સાલમાં ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં દેહવિક્રયના ગુનામાં પકડાયેલો જે અંગે ખટોદરા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. હાલમાં પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Arrest accused, Prostitution, South gujarat news, Surat news, Surat police, Surat Police arrested

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन