સુરતઃ લોકડાઉન વચ્ચે ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કરનારની પોલીસે કરી ધરપકડ


Updated: April 6, 2020, 10:36 PM IST
સુરતઃ લોકડાઉન વચ્ચે ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કરનારની પોલીસે કરી ધરપકડ
વધુમાં મહિલાએ લખ્યું કે મારી દીકરી ખાલી 11 વર્ષની છે. આ બધુ તેના માટે ખતરનાક છે. સેક્સ એજ્યુકેશનની વાત અલગ છે. પણ અહીં પોર્નને લઇને સવાલ પુછવામાં આવી રહ્યા છે. તેણે લખ્યું કે આ વાતને લઇને હું ખૂબ જ પરેશાન છું. અને જો કોઇ બાળકને આ મામલે સર્ચ કરવા દેવામાં આવે તો તેને શું જોવું પડે.

સુરતમાં સતત નાની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સતત વધી રહી છે ત્યારે હાલમાં કોરોના વાયરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે લિબાયત વિસ્તાર ચાર વર્ષીય બાળકીનું અહરણ બાદ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી.

  • Share this:
સુરતઃ સુરતમાં કોરોના (coronavirus in surat) લઇને લોકડાઉન છે ત્યારે લિબાયત વિસ્તારમાં ગત 24મી માર્ચના રોજ લિંબાયતમાં એક ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારાયાનું સામે આવ્યું હતું. જેથી લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસે આ મામલે નજીકના સીસીટીવી ચેક કરતા આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો જેને લઈને પોલીસે આરોપી ની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

સુરતમાં સતત નાની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સતત વધી રહી છે ત્યારે હાલમાં કોરોના વાયરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે લિબાયત વિસ્તાર ચાર વર્ષીય બાળકીનું અહરણ બાદ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી. ગોડાદરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી ચાર વર્ષીય બાળકી ઘર નજીક રમતા રમતા ગુમ થઈ હતી જોકે આ ઘટના પગલે પરિવાર પોલોસ મથકે દોડી જઇને બાળકી ગુમ થયાની ફરિયાદ આપી હતી.

તે દરમિયાન એક રાહદારી આ બાળકી પટેલ નગર બ્રીજ પાસે આવેલ સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝ ખાતે મળી આવી હતી. જોકે બાળકીનો કબજો મેળવી પોલીસ બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં મેડિકલ ચેકબ કરાવતા બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાનું સામે આવતા પોલોસે આ મામલે ગુનો નોંધી આરોપી પકડી પાડવા અલગ અલગ ટિમ બનાવી તપાસ શરૂ કરી હતી.

તપાસ આરોપી બાળકીને અપહરણ કરીને લઇ જતા નજીકના સીસીટીવીમાં કેદ થયેલો દેખાતા પોલીસે આરોપી પકડી પાડવા કામે લાગી હતી ત્યારે આરોપી આ ચાર વર્ષીય બાળકીના ઘર નજીક રહેતો હતો અને હાલમાં શાંતિનગર સોસાયટી લિંબાયત હોવાનું સામે આવતા પોલીસે આરોપી અતુલ ઉર્ફે કરણ ઉર્ફે ભુર્યો ઉર્ફે દાદુ રાજુ જાદવ ઝડપી પાડી તેની કડકાઈથી પૂછપરછ કરતા આરોપી બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ આચર્યાની કબૂલાત કરતા પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.
First published: April 6, 2020, 10:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading