સુરત અદાલત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ(સીજેએમ) બી.એચ. કાપડિયાએ સીમા શુલ્ક વિભાગની 8 ઓગસ્ટની અરજીઓ સ્વીકારતા હીરાના વેપારીને ગુરુવારે કોર્ટ સમક્ષ હાજર થવા જણાવ્યું હતું.
દેશ છોડીને ભાગેલા પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી નિરવ મોદીને ગુજરાતની એક કોર્ટે 'ભાગેડુ' જાહેર કર્યો છે. માર્ચ મહિનામાં નિરવ મોદી વિરુદ્ધ રૂ. 52 કરોડની કસ્ટમ્સ ડ્યુટી ન ભરવા બાબતે કોર્ટે તેને 'ભાગેડુ' જાહેર કર્યો છે. કોર્ટે હીરાના વેપારીઓને 15 નવેમ્બર સુધીમાં હારજ રહેવાનો આદેશ આપ્યો છે.
આ જાહેર સૂચના મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ અખબારોને આપવામાં આવી હતી. તે જ સમયે, સરકાર અને પોલીસને પણ નિરવ મોદી વિશે ક્રિમિનલ પ્રોસિજર કોડ (આઈપીસી)ની કલમ 82 હેઠળ નીરવ મોદીને 'ભાગેડુ' જાહેર કર્યાનું સુચન કરવામાં આવ્યું. આનાથી તેને વચગાળાના જામીન લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, નિરવ મોદી પંજાબ નેશનલ બેંકનું રૂ. 13,500 કરોડનું કૌભાંડ કરવામાં મુખ્ય આરોપી છે. કસ્ટમ્સ ડેપ્યુટી કમિશનર આર. કે. તિવારીએ નિરવ મોદી અને તેની ત્રણ કંપનીઓ - ફાયરસ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ, ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ અને રાદાસિર જ્વેલરી કંપની પ્રાઇવેટ લિમિટેડ સામે અરજી દાખલ કરી હતી. આ અરજી વિશાળ માત્રામાં કર બચાવવાનાં વિવાદો સાથે સંબંધિત છે.
તાજેતરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) એ હીરાના વેપારી નિરવ મોદીની દુબઈમાં 56 કરોડની અસ્ક્યામતોમાંથી 11 કરોડથી વધુ સંપત્તિ જપ્ત કરી છે. ગયા મહિને, એજન્સીએ તેના પરિવારના સભ્યોની રૂ. 637 કરોડની સંપત્તિ જપ્ત કરી. તેમાં ન્યુ યોર્કના સેન્ટ્રલ પાર્કમાં બે એપાર્ટમેન્ટ્સનો સમાવેશ થાય છે.