PM મોદીનું મિશન ગુજરાત: સુરત મેગા રોડ શોમાં વડાપ્રધાનનો જાદુ છવાયો, જુઓ વીડિયો

Haresh Suthar | News18 Gujarati
Updated: April 17, 2017, 12:24 AM IST
PM મોદીનું મિશન ગુજરાત: સુરત મેગા રોડ શોમાં વડાપ્રધાનનો જાદુ છવાયો, જુઓ વીડિયો
સુરત શહેરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ છવાયો, 11 કિલોમીટર લાંબા રોડ શોમાં મોદી મોદી... નારા ગૂંજ્યા હતા. એરપોર્ટથી લઇને સર્કિટ હાઉસ સુધીના રસ્તે હજારોની સંખ્યામાં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને મોદીના સમર્થનમાં નારા લગાવ્યા હતા તો પીએમ મોદીએ જનતાનું ઉમળકાભેર અભિવાદન ઝીલ્યું હતું.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 17, 2017, 12:24 AM IST
સુરત #સુરત શહેરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ છવાયો, 11 કિલોમીટર લાંબા રોડ શોમાં મોદી મોદી... નારા ગૂંજ્યા હતા. એરપોર્ટથી લઇને સર્કિટ હાઉસ સુધીના રસ્તે હજારોની સંખ્યામાં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને મોદીના સમર્થનમાં નારા લગાવ્યા હતા તો પીએમ મોદીએ જનતાનું ઉમળકાભેર અભિવાદન ઝીલ્યું હતું.

ભુવનેશ્વર બાદ આજે સુરતમાં મોદી મોદીની ગૂંજ ઉઠી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને આજે પહેલા દિવસે સાંજે એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી મેગા રોડ શો યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચતાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યૂટી સીએમ નિતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુભાઇ વાઘાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પીએમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

20 હજારથી વધુ બાઇકર્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેગા રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. પીએમની એક ઝલક મેળવવા માટે લોકોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. લોકો સેલ્ફી લેવા માટે ભારે ઉત્સુક દેખાયા તો આ મેગા રોડ શોમાં અંદાજે 20 હજારથી વધુ બાઇકર્સ જોડાયા હતા.

 
First published: April 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर