લોકશાહીનું ગળું દબાવનારા લોકશાહીને બચાવવા નીકળ્યાં છે : PM મોદી

News18 Gujarati
Updated: January 19, 2019, 3:03 PM IST
લોકશાહીનું ગળું દબાવનારા લોકશાહીને બચાવવા નીકળ્યાં છે : PM મોદી
PM મોદી સેલવાસના પ્રવાસે

બાળકોને પઠાઇ, યુવાનોને કમાઇ, વૃદ્ધોને દવાઇ, ખેડૂતોને સિંચાઇ અને જનજનની સુનવાઇ , અમારા માટે વિકાસનો રાજમાર્ગ છે.

  • Share this:
સેલવાસના સાયલી ખાતે આજે યોજાનારા કાર્યક્રમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 1400 કરોડથી વધારેનાં પ્રજાલશ્રી કામોનું જેમકે મેડિકલ કોલેજ, કચીગામ ઝરી બ્રીજ સહિતના અનેક પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે. વડાપ્રધાનના આગમનને લઈ સંઘપ્રદેશ પોલીસ વિભાગે લોખંડી બંદોબસ્ત તૈનાત કરી દીધો છે.

સંઘપ્રદેશ દીવ-દમણ અને દાદરાનગર હવેલીના સર્વાગી વિકાસ માટે પ્રશાસન દ્વારા અનેક પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 1 કલાકે ઉપસ્થિત રહી અનેક પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા બાદ જનમેદનીને સંબોધન કર્યુ ંછે.

1400 કરોડ રૂ.થી વધુનાં પ્રજાલક્ષી કામનું લોકાર્પણ

પીએમએ પોતાના સંબોધનની શરૂવાત ભારત માતા કી જયનાં નાદથી શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે હું અહીં પહેલી વાર નથી આવ્યો. પરંતુ તે પહેલા પણ દમણ હોય કે દીવ કે ત્યાંનાં ગામડાઓમાં હું આવ્યો છું. પહેલા સ્કૂટર પર પણ ફરવાની તક મળી છે. તમારા પ્રેમે મને આનંદ આપ્યો છે. મને અહીંનાં ખાનપાન અને નાગલીની ખવા મળી છે. જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું તેમાંથી મોટાભાગનાં કાર્યક્રમોનું લોકાર્પણ કરતા ગર્વ થાય છે. આજે અહીં 1400 કરોડ રૂપિયા કરતાં વધારેનાં પ્રજાલક્ષી કામનું લોકાર્પણ થયું છે.

છેલ્લા પાંચ વર્ષમાં અહીં નવો વિકાસ થયો છે

બાળકોને પઠાઇ, યુવાનોને કમાઇ, વૃદ્ધોને દવાઇ, ખેડૂતોને સિંચાઇ અને જનજનની સુનવાઇ , અમારા માટે વિકાસનો રાજમાર્ગ છે. મને જોઇને ખુશી થાય છે કે છેલ્લા પાંચ વર્ષમાં દમણ, દાદરાનગર હવેલીનો વિકાસ નવી ઊંચાઇ પર પહોંચ્યો છે.પહેલી મેડિકલ કોલેજનું કર્યું શિલાન્યાસ

આઝાદીનાં આટલા વર્ષો પછી અહીં પહેલી મેડિકલ કોલેજ શરૂ કરી છે. સંઘપ્રદેશ દા.ન.હવેલી અને દીવ-દમણના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે 150 બેઠકો ધરાવતી મેડિકલ કોલેજ શરૂ કરી છે. હવે અહીંનાં વિદ્યાર્થીઓને ક્યાંય નહીં જવુ પડે.

કોંગ્રેસ પર કર્યા પ્રહાર

તેમણે કોંગ્રેસ અને ગઠબંધન પર પ્રહારો કરતાં કહ્યું કે, 'લોકશાહીનું ગળું દબાવનારા લોકશાહીને બચાવવા નીકળ્યાં છે. અમારે પ્રજાનો વિકાસ કરવાનો છે પરિવારનો નહીં. આ લડાઈ વિકાસ અને ભ્રષ્ટાચાર વચ્ચેની છે. જનતા અચ્છા અચ્છાનો મિજાજ બદલી નાખે છે. સત્તાથી દૂર થયેલા લોકો વ્યાકુળ બન્યા છે. જુની સરકારની આદતોને અમે બદલી છે. 125 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે.'

ખાસ કરીને સેલવાસ ખાતે શરૂ થનારી મેડિકલ કોલેજ અને દમણના ઝરી ખાતે પુલ સહિતના કામોનો સમાવેશ કરાયો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની સેલવાસની મુલાકાત બાદ હવે વડાપ્રધાનની મુલાકાતને લઈ ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

વડાપ્રધાનાના કાર્યક્રમને લઈ સ્થાનિક પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. કાર્યક્રમ સ્થળે પણ જનમેદની માટે તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી દેવાઈ છે. તો સંઘપ્રદેશ પોલીસ વિભાગે પણ કાર્યક્રમ સ્થળ સહિત અનેક રૂટો પર ચુસ્ત પોલીસબંદોબસ્ત તૈનાત કરી દીધો છે.
First published: January 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading