Home /News /south-gujarat /

દમણમાં પીએમ: દમણ જે રીતે લઘુ ઇન્ડિયા બન્યું તે ખરેખર અદભૂત

દમણમાં પીએમ: દમણ જે રીતે લઘુ ઇન્ડિયા બન્યું તે ખરેખર અદભૂત

  આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણમાં આવી રહ્યાં છે. જ્યાં તેઓ દમણ અને દીવ વચ્ચે પવનહંસ સેવાનો પ્રારંભ અને દમણ ગંગા નદી પર બનેલા નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરશે. તેઓ અંદાજે 1000 કરોડના ખર્ચના દમણ-દીવ અને દાદરાનગર હવેલીમાં નાના-મોટા 37 પ્રોજેક્ટનું ઉદ્ધાટન, લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.

  દમણ-દીવ વચ્ચે રોડ માર્ગનું 700 કિમીનું અંતર કાપતા પહેલા 14 કલાકનો સમય લાગતો હતો. હવે હેલિકોપ્ટર સેવા બાદ દમણથી દીવ માત્ર એક કલાકમાં પહોંચી શકાશે. નોંધનીય છે કે દમણ-દીવને સંઘપ્રદેશ તરીકે જાહેર કર્યા બાદ 31 વર્ષ પછી દેશના વડા પ્રધાન આજે દમણની મુલાકાતે આવી રહ્યાં છે. પ્રથમ વખત પીએમ આવી રહ્યાં હોવાથી દમણવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. PMના કાર્યક્રમને લઈ પ્રશાસન દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. પીએમ આવી રહ્યાં હોવાના કારણે સુરક્ષાને લઈ દમણમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

  પીએમ મોદીનું સંબોધન

  દમણમાં જનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે દમણના ઈતિહાસમાં ક્યારેય આટલા મોટા પ્રમાણમાં જનસૈલાબ જોયું નથી કે પછી વિકાસ માટે એક હજાર કરોડ રૂપિયાની યોજનાઓ લાગૂ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે આજે દમણ લઘુ ભારત બની ગયું છે. દમણમાં દિલ્હી અને મુંબઈ જેવું વાતાવરણ નજર આવી રહ્યું છે. અહીંયા ભારતના દરેક ખૂણામાંથી આવીને લોકો અહીં વસ્યા છે.

  તેમણે કહ્યું કે દમણમાં વ્યાપક સ્તર પર સફાઈ અભિયાન જોવા મળ્યું છે. સફાઈથી અહીંયા પર્યટનને વધારો મળ્યો છે. હવે દીવને પણ અમદાવાદ સાથે જોડી દેવામાં આવ્યાં છે. આનાથી આ વિકાસની ધારા સાથે જોડાઈ ગયા છે. તેમણે કહ્યું કે ખુલ્લામાં શૌચમુક્ત થઈ ગયું છે. આ માતૃ સન્માનની દિશામાં સૌથી મોટી ઉપલ્બધિ છે. તેમણે કહ્યું કે શૌચાલય અમારી ઇજ્જત ઘર છે.  પીએમ મોદીએ કહ્યું કે દમણ અને દીવને ઓડીએફ બનાવવા માટે અહીંયાના પ્રશાસન અને સામાન્ય નાગરિકોને હૃદયથી શુભેચ્છા આપું છું. તેમણે કહ્યું કે દમણની બહેન-દિકરીઓ હવે ઈ-રિક્શા ચલાવશે. તેમણે કહ્યું કે આ વિસ્તાર ઘણું શાંતિપ્રિય છે. અહીંયા રમખાણો નથી થતાં. આ દરમિયાન પીએમ મોદીએ બાળકીઓને સશક્ત બનાવવાની અપીલ કરી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે અહીંયાના લોકોને સેન્ટ્રલ યુનિવર્સિટીની ભેટ આપી છે.

  આ પહેલા તેમણે દમમ અને દીવ વચ્ચે હેલીકોપ્ટર સેવા, ઓડિશા-અમદાવાદ અને દીવ વચ્ચે ઉડાનને લોન્ચ કરી છે.

  માછીમારો માટે PM મોદીની જાહેરાત કરી છે કે માછીમારોને વેટની ડ્યુટી નહીં ભરવી પડે , માછીમારોને સબસિડીનો લાભ પણ અપાશે." "સમુદ્ર તટ પર માછીમારો દ્વારા ખાતર બનાવવાનું કામ કરાશે"

  -વીજળીના બિલમાં કરોડોની બચત
  -LED બલ્બ લગાવવાથી રૂ.7 કરોડની થઈ બચત
  -શૌચાલયને ઈજ્જતઘર નામ આપ્યું
  -દમણમાં મજૂર વર્ગના લોકો માટે સારી વ્યવસ્થા મળશે, ઓછા રૂપિયામાં મજૂરોને અપાશે સારું ભોજન
  -દમણ ઔદ્યોગિક નગરી છે
  -દમણમાં PPPનું ઉત્તમ ઉદાહરણ

  દમણવાસીઓએ કર્યું અનોખું સ્વાગત

  સુરત એરપોર્ટ પર રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી અને સુરતના મેયર અસ્મિતાબેન શિરોયા દ્વારા પીએમનું સ્વાગત કરાયું હતું. દમણ ખાતે પધારેલા વડાપ્રધાનનું દમણ વાસીઓએ અનોખી રીતે હવામાં ગુબ્બારા છોડી સ્વાગત કર્યું હતું. બીજી તરફ દમણમાં વડાપ્રધાનના પ્રવાસનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ મહિલાઓને ઈ રીક્ષા, દીકરી જન્મ પર કીટ, સ્વાભિમાન કીટ, દિવ્યાંગોને વ્હિલચેર અને મોપેડ આપ્યા હતાં. ગર્ભવતી મહિલાઓને સ્વાભિમાન કીટનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત પીએમ દ્વારા અન્ય પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરાયું હતું.

  પીએમ મોદી દમણ જવા માટે સુરત એરપોર્ટ પર આવી ગયા છે.

  પીએમનો 24 ફેબ્રુઆરીનો કાર્યક્રમ
  10.20 AM દિલ્હી એરપોર્ટ પરથી નીકળશે
  12.05 PM સુરત એરપોર્ટ ખાતે આગમન
  12.10 PM સુરત એરપોર્ટ પરથી દમણ જવાના રવાના
  2.30 PM દમણ એરપોર્ટ પરથી સુરત જવા રવાના
  3.10 PM સુરત એરપોર્ટ પર થશે આગમન
  3.15 PM સુરત એરપોર્ટ પરથી ચેન્નઇ જવા રવાના

  પીએમ મોદીનો 25 ફેબ્રુઆરીનો કાર્યક્રમ
  સાંજે 6.50 કલાકે સુરત એરપોર્ટ પર ઉતરણ
  ‘રન ફોર ન્યૂ ઈન્ડિયા મેરેથોન’નો પ્રારંભ કરાવશે
  લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે મેરેથોનનું આયોજન
  7 કલાકે PM ‘રન ફોર ન્યૂ ઈન્ડિયા’નું કરાવશે પ્રસ્થાન
  રાત્રે 8.10 કલાકે સુરત એરપોર્ટથી દિલ્હી જવા થશે રવાના

  આજે શનિવારે દમણની મુલાકાત બાદ રવિવારે મોડી સાંજે તેઓ સુરતની મુલાકાત લેશે. રવિવારે સુરતમાં નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીના આગમનને પગલે સુરત-ડુમસ રોડને હોળી પહેલા દિવાળીની જેમ સજાવી દેવાયો છે. આલિશાન ગેઇટ અને રોડ ઉપર એલઇડીના ઝગમગાટ સહિત અનેક આકર્ષણ ઊભા કરાયા છે. મોદી મોડી સાંજે સુરત એરપોર્ટ આવી ત્યાંથી સીધા જ લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ જશે. અહીં તેઓ રન ફોર ન્યુ ઇન્ડિયાને ફલેગ ઓફ કરી મેરેથોનનો પ્રારંભ કરાવશે. સુરતનો કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ રાત્રે દિલ્હી જવાના રવાના થશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: પીએમ મોદી

  આગામી સમાચાર