Home /News /south-gujarat /

મને ભલે નીચ કહ્યો પરંતુ ગુજરાતની જનતા ચૂંટણીના પરિણામોમાં આપશે જવાબ

મને ભલે નીચ કહ્યો પરંતુ ગુજરાતની જનતા ચૂંટણીના પરિણામોમાં આપશે જવાબ

ગુજરાત ચૂંટણી કમિશનની જાહેરાત મુજબ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે સાંજે 5 વાગ્યાથી ચૂસ્ત આચારસંહિતા લાગુ થશે. ત્યારબાદ કોઇ પણ રાજકીય પાર્ટી જાહેરમાં પ્રચાર નહીં કરી શકે. આ બધાની વચ્ચે પ્રથમ તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરના રોજ યોજાશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મતદાન થશે. આજે પીએમ મોદી સુરતના લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતેથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે.

પાટીદારોના ગઢમાં પીએમ મોદીએ સભા સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસે એવ ખાડા કરી દીધા છે અને ભારતમાં વડાપ્રધાન બન્યા પછી કોંગ્રેસે દેશની એવી તો હાલત કરી હતી કે તેમાંથી બહાર આવવા માટે કપરા નિર્ણયો લેવા પડ્યા હતાં. પાછી પાની કરે તે ગુજરાતી વિરલો ન હોય, અમે આફતને અવસરમાં બનાવીએ છીએ.

રાહુલ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે આમને આંકડામાં કાંઈ ખબર નથી પડતી જે આઠમા ધોરણમાં ભણનારને આવડે તે એમને નથી આવડતું. મોદીએ કોંગ્રેસ પર નિશાનો કરતા કહ્યું કે, એમની વખતે પણ વેરા આવતાં હતા તે તે ક્યાં જતા હતા. સરકારની તિજોરીમાં એ રૂપિયા આવતા નહોતા તો ક્યાં જતા હતા તે અંગે જવાબ આપો. અમે સત્તામાં આવ્યા ત્યારથી લઈને અને અગાઉના સુરતને જોઈ લો. એક નાનકડા ગામડા જેવુ લાગતું સુરત આખી દુનિયામાં ચમકી રહી છે આ સ્થિતિ વિકાસને કારણે આવી છે.

મોદીએ કહ્યું કે પહેલા ગુજરાતમાં લંગડી વીજળી હતી ક્યારે પણ જતી રહે હીરા કામદાર હીરા ઘસતા હોય અને અધવચ્ચે જતી રહે પરંતુ ભાજપ આવ્યાં પછી 24 કલાક વીજળી મળી રહી છે.

પેન્સન આપવાનું ચાલુ કર્યું દેશની ગરીબ જનતા માટે તિજોરી પર બોજો નાંખીને પણ અમે ગરીબ લોકોને ઓછામાં ઓછું એક હજાર કરોડનો વીમો આપ્યો છે.

રાજકીય આટાંપાટામાં પડ્યા વગર ગરીબોને 18સો કરોડ આપી દીધો.
રશિયાના રાષ્ટ્રપતિએ હીરાના વેપારીઓ સાથે મિટીંગ કરી દીધી અને રશિયાઆના રફ ડાયમંડનું કામ અહીં આવશે એવો નિર્ણય લેવાયો છે.

કોંગ્રેસનું કામ કરવાનું કલ્ચર કયું, પરિવારના બધાનું કરો,
કોંગ્રેસ એટલે અટકાના, લટકાના અને ભટકાના

પીએમ મોદીએ મણિશંકર ઐયરના નિવેદવ પર વળતો જવાબ આપતા કહ્યું કે, હું હાથ જોડીને વિનંતી કરું છું કે, જેમણે મારા માટે આ શબ્દપ્રયોગ કર્યો છે, તેમને કોઈપણ એક પણ શબ્દ બોલે નહિ. ટ્વિટર પર પણ વિરુદ્ધ ન બોલે. તેમણે જે કર્યું તે તેમને મુબારક. તમારા દિલમાં આ પ્રકારની માનસિકતા સામે રોષ હોય તો કમળના નિશાન પર બટન દબાવીને ઉચ્ચ કામ કરવાનું છે. મને ભલે નીચ જાતિનો કહ્યો, પણ મારી તમને વિનંતી છે કે, કોઈ મર્યાદા ગુમાવે નહિ, અપશબ્દો બોલે નહિ, જાહેર જીવનનું માનમર્યાદા ભાજપના સંસ્કારો છે તે બતાવો. આ પ્રકારના લોકોને પાઠ ભણાવવાનો ઉત્તમ રસ્તો મતપેટી છે.
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017, Narendra modi gujarat visit, સુરત

આગામી સમાચાર