સુરતઃફી ન ભરી શકતા આચાર્યએ બાળકને સ્કૂલમાં ગોધી રાખ્યો

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 11, 2017, 2:56 PM IST
સુરતઃફી ન ભરી શકતા આચાર્યએ બાળકને સ્કૂલમાં ગોધી રાખ્યો
સુરતમા શિક્ષણ જગતમા કાળા ધબ્બા સમાન એક કિસ્સો બનવા પામ્યો છે. જેમા સીનીયર કે.જી.ના વિધાર્થીના માતા-પિતાએ ફી નહિ ભરતા શાળાના આચાર્ય દ્વારા આ બાળકને સ્કુલમા જ ગોંધી રાખવામા આવ્યો હતો. જ્યારે આ બનાવની જાણ થઇ ત્યારે વિધાર્થીના પિતા પોલીસ સાથે સ્કુલ પર પહોંચ્યા હતા. જ્યા પણ આચાર્યએ પોલીસ સમક્ષ જ્યા સુધ ફી નહિ આપે ત્યા સુધી બાળકને છોડશે નહી તેવી ધમકી ઉચ્ચારી હતી. જે બનાવમા ઉમરા પોલીસે શાળાના આચાર્ય વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 11, 2017, 2:56 PM IST

સુરતમા શિક્ષણ જગતમા કાળા ધબ્બા સમાન એક કિસ્સો બનવા પામ્યો છે. જેમા સીનીયર કે.જી.ના વિધાર્થીના માતા-પિતાએ ફી નહિ ભરતા શાળાના આચાર્ય દ્વારા આ બાળકને સ્કુલમા જ ગોંધી રાખવામા આવ્યો હતો. જ્યારે આ બનાવની જાણ થઇ ત્યારે વિધાર્થીના પિતા પોલીસ સાથે સ્કુલ પર પહોંચ્યા હતા. જ્યા પણ આચાર્યએ પોલીસ સમક્ષ જ્યા સુધ ફી નહિ આપે ત્યા સુધી બાળકને છોડશે નહી તેવી ધમકી ઉચ્ચારી હતી. જે બનાવમા ઉમરા પોલીસે શાળાના આચાર્ય વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સુરતના અલથાણ વિસ્તારમા રહેતા વિપુલ બારૈયાનો દિકરો ઉમરા વિસ્તારમા આવેલી પી.આર.ખાટીવાલા શાળામાં સીનીયર કે.જીમા અભ્યાસ કરે છે. વિપુલભાઇને હાલ પરિસ્થિતિ ન હોય જેને કારણે તેના પુત્રની રૂ.16 હજાર ફી ભરવાની બાકી હતી.આચાર્યએ શાળા છૂટયા બાદ પણ આ બાળકને કલાસમા ગોંધી રાખ્યો હતો.  બે કલાક સુધી આ માસૂમને કલાસમા એકલો ગોંધી રાખ્યો હતો. આ બનાવ અંગે જ્યારે તેના પિતાને ટેલિફોનીક જાણ થઇ ત્યારે તેઓએ પોલીસ કંટ્રોલરુમમાં આ અંગે જાણ કરી હતી. આ અંગે કંટ્રોલરુમમા વર્દી આપતા પોલીસની ટીમ તથા વિપુલભાઇ સ્કુલ પર પહોંચ્યા હતા.

જો કે પોલીસની પણ બીક ન હોય તેમ આચાર્ય શંકુતાબેન વશિષ્ટથાએ બાળકને છોડવાની ના પાડી દીધી હતી. બાદમા પોલીસે વધારે ફોર્સ બોલાવવાની નોબત પડી હતી. વધારે પોલીસ ફોર્સ આવતાની સાથે જ પોલીસે બાળકને કલાસરુમમાંથી છોડાવ્યો હતો અને બાદમા આચાર્યને ઉમરા પોલીસ મથકે લઇ જવામા આવી હતી.મરા પોલીસે શાળાના આચાર્ય શંકુતાબેન વિરુધ્ધ કલમ 342, 114 તથા જુવેનાઇલ જસ્ટીસ એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

First published: April 11, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर