Home /News /south-gujarat /

સુરત : 50 વર્ષના આધેડે 7 વર્ષની બાળકી સાથે કરી શારિરીક છેડછાડ, લોકોએ મેથીપાક ચખાડી કર્યો પોલીસના હવાલે

સુરત : 50 વર્ષના આધેડે 7 વર્ષની બાળકી સાથે કરી શારિરીક છેડછાડ, લોકોએ મેથીપાક ચખાડી કર્યો પોલીસના હવાલે

બાળકી સાથે શારીરિક છેડછાડ

સોસાયટીના લોકો એકત્ર થયા હતા અને 50 વર્ષિય આધેડને બરાબરનો મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો.

સુરત : શહેરમાં માનવતા પર કલંક લગાવતી કરતી વધુ એક ઘટના સામે આવી છે. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં સોની ફળિયા ખાતે રહેતા ત્રણ સંતાનોના પિતાએ સાત વર્ષીય બાળકી (Child Girl) પર નજર બગાડી અને તેની સાથે શારીરિક છેડછાડ (Physical molestation) કરવાનો મામલો સામે આવ્યો હતો. બાળકીએ સમગ્ર ઘટના પોતાની માતાને જણાવતા, પરિવાર તથા સ્થાનિકોએ બરાબરનો મેથીપાક ચખાડી આધેડને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

સુરતમાં નાની બાળકી સાથે શારીરિક છેડછાડ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે, આવી વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. સુરતના સોની ફળિયા ખાતે રહેતા અને ત્રણ સંતાનોના પિતા એવા ૫૦ વર્ષીય આધેડે પડોશમાં રહેતી એક ૭ વર્ષીય બાળા રમતી હતી અને રમતા રમતા બોલ લેવા આધેડના ઘરે પહોંચી ગઈ હતી, ત્યારે આધેડે બાળકી ઉપર નજર બગાડી, તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી.

આ પણ વાંચો - બોટાદ : જમીનના ડખામાં બે જૂથ વચ્ચે ધીંગાણાનો Video વાયરલ, 2ને ગંભીર ઈજા, 25 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

આ બાળકી આધેડના ચુંગાલમાંથી ભાગીને પોતાના ઘરે પહોંચી સમગ્ર ઘટના પોતાની માતાને કરી હતી. જેને લઇને માતાએ સોસાયટીના પ્રમુખ અને બિલ્ડીંગના રહેવાસીને વાત કરતા, તમામ લોકો એકત્ર થયા હતા અને 50 વર્ષિય આધેડને બરાબરનો મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. આરોપી અંત્રોલ આપવાનું કામ કરતો હતો અને હાલમાં બેકાર છે, મહત્વની વાત એ છે કે, ત્રણ બાળકોનો પિતા હોવા છતા જે પ્રકારની હરકતો કરી છે, તેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

આ પણ વાંચો - સુરતમાં : ફેસબુક ઉપર જાહેરાત જોઈ પત્નીનો કેનેડા માટે પાસપોર્ટ-વીઝા બનાવવાનું ભારે પડ્યું

બાળકીની માતાએ આ મામલે અઠવા લાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. આ વિસ્તારમાં આ પ્રકારની નાની બાળાઓ સાથે બનતી ઘટનાઓને લઈને પોલીસ પણ ફરિયાદ આવતાની સાથે સતર્ક થઈ ગઈ હતી, પણ જે પ્રકારે એક પછી એક ઘટના સામે આવી રહી છે, તે જોતાવિસ્તારમાં એક ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
Published by:kiran mehta
First published:

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन