સુરત : તસ્કરોને પેટ્રોલ ચોરી ભારે પડી! CCTVથી ભાંડો ફૂટ્યો, રંગેહાથ ઝડપાતા સ્થાનિકોએ ધોઈ નાખ્યા

સુરત : તસ્કરોને પેટ્રોલ ચોરી ભારે પડી! CCTVથી ભાંડો ફૂટ્યો, રંગેહાથ ઝડપાતા સ્થાનિકોએ ધોઈ નાખ્યા
સુરતના તસ્કરોને પેટ્રોલ ચોરી ભારે પડી

સુરતના પાંડેસરા વિસ્તામરાં વારંવાર ચોરીથી કંટાળેલા સ્થાનિકોના હાથે સમડીઓ આવી જતા ધોઈ નાખ્યા

  • Share this:
સુરત : સુરતમાં પેટ્રોલ તસ્કરોને (Thief) ચોરી કરવી એવી ભારે પડી છે કે આ ઘટના આજીવન યાદ રહેશે. પેટ્રોલ ચોરી (Petrol Theft) કરીને અવારનવાર સફળતા પૂર્વક નાસી જતા આ તસ્કરોની કરતૂતો ત્રીજી આંખ એટલે કે સીસીટીવીમાં (CCTV Video) કેદ થઈ રહી હતી. દરમિયાનમાં આ તસ્કરોના ત્રાસથી કંટાળી અને સ્થાનિકોએ ફિલ્ડીંગ ભરવાનું શરૂ કરી દીધું હતું. તેવામાં ગતરોજ બે તસ્કર રંગેહાથ ઝડપાઈ જતા સ્થાનિકોએ નાની યાદ અપાવી દીધી છે.

બનાવની વિગતો એવી છે કે ભેસ્તાન વિસ્તારની રામગનર સોસાયટીમાં પેટ્રોલ ચોર સીસીટીવી વીડિયોમાં કેદ થયોા હતા. છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં ચોરની ફરિયાદ થતા સ્થાનિકોએ તસ્કરો માટે 'ફિલ્ડીંગ' સેટ કરી હતી. દરમિયાન ઓવરકોન્ફિડન્સમાં આવેલા તસ્કરોને માલુમ નહોતું કે તેમની આ કરતૂતો તેમને ભારે પડશે.લોકોની મહેનતની કમાણીના પૈસાનું સૌના જેવું મોંઘું ઈંધણ ચોરતા આ કાળા ચોર આજે રંગેહાથ ઝડપાઈ ગયા. જોકે, પછી તો સ્થાનિકોનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો. લોકોએ તસ્કરોને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો અને ત્યારબાદ પોલીસને સોપ્યા હતા.આ પણ વાંચો : સુરત : પતિએ પત્નીને Video Call કરી પ્રેમિકા સાથે બાંધ્યો શરીર સંબંધ, સ્ક્રિનશૉટના આધારે ફરિયાદ

જોકે, પોલીસ સુધી આ તસ્કર પહોંચે તે પહેલાં તેમને સ્થાનિકોએ ખૂબ માર્યા હતા. સ્થાનિકોએ કાયદો હાથમાં લીધો પરંતુ તેની પાછળ તેમનો રોષ હતો. લાંબા સમયથી ભેસ્તાનની આ સોસાયટીમાંથી તસ્કરો પેટ્રોલ ચોરી જતા હોવાની બૂમો ઉઠી રહી હતી તેની વચ્ચે આ ઘટના ઘટી હતી.

આ પણ વાંચો : સુરત : રાવની હત્યા કરનારા આરોપીઓ ઝડપાયા, CCTV Videoમાં કેદ થયા હતા ખૂની ખેલના દૃશ્યો

પ્રાપ્ત અહેવાલો મુજબ 5 વ્યક્તિઓની ટોળકી ખૂબ ચોરી કરતી હોવાની વાત સામે આવી છે. આ પૈકીના બે તસ્કરો રંગેહાથ ઝડપાઈ જતા તેમનો વારો પડી ગયો હતો. જોકે, પોલીસ આવા લુખ્ખાઓ સામે શું કાર્યવાહી કરે છે અને તેમને સબક શિખાવડે છે કે નહીં તેના પર સૌની નજર ટકી છે પરંતુ હાલ તો આ વિસ્તારમાં હજુ પણ અન્ય તસ્કરો ફરીથી ચોરી કરે છે કે નહીં તે જોવું જ રહ્યું
Published by:Jay Mishra
First published:March 27, 2021, 15:19 pm

ટૉપ ન્યૂઝ