Home /News /south-gujarat /

પેટ્રોલ પંપ-મોલનો માલિક અને રાજસ્થાનનો મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ માફિયા ઝડપાયો, પુત્રના લગ્નની ખરીદી કરવા સુરત આવતા 'ભરાયો'

પેટ્રોલ પંપ-મોલનો માલિક અને રાજસ્થાનનો મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ માફિયા ઝડપાયો, પુત્રના લગ્નની ખરીદી કરવા સુરત આવતા 'ભરાયો'

પકડાયેલા આરોપીની તસવીર

surat crime news: રાજસ્થાન રાજ્યના ચીતોડગઢ, જેસલમેર, તથા કોટા જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ નાર્કોટીક્સના તથા ખુનની કોશીષના ગુન્હાઓમાં નાસતો ફરતો આરોપી રાજસ્થાનનો મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ માફિયા (Most Wanted Drugs mafia) અને રાજસ્થાનમાં મોલ અને પેટ્રોલ પંપનો માલિક (Owner of mall and petrol pump) હોવાનું ખુલ્યું હતું.

વધુ જુઓ ...
    સુરતઃ રાજસ્થાન (Rajasthan) અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં નોંધાયેલ નાર્કોટીક્સના તેમજ અન્ય ગુન્હાઓમાં નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ માફીયાને સુરત પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી હતી. રાજસ્થાન રાજ્યના ચીતોડગઢ, જેસલમેર, તથા કોટા જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ નાર્કોટીક્સના તથા ખુનની કોશીષના ગુન્હાઓમાં નાસતો ફરતો આરોપી રાજસ્થાનનો મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ માફિયા (Most Wanted Drugs mafia) અને રાજસ્થાનમાં મોલ અને પેટ્રોલ પંપનો માલિક (Owner of mall and petrol pump) હોવાની વિગતો પોલીસ પાસે આવી હતી પોતાના પુત્રના લગ્નની ખરીદી કરવા સુરત ટ્રેન મારફતે આવતા સુરત રેલવે સ્ટેશન પરથી પોલીસે તેને ઝડપી પાડી તેની પુછપરછ કરતા તેણે કરેલા તમામ ગુના કબૂલ તત્વો સુરત પોલીસે આરોપીને રાજસ્થાન પોલીસના હવાલે કર્યો હતો.

    રાજસ્થાનના અલગ-અલગ જિલ્લાઓમાં નોંધાયેલ અલગ અલગ ગુન્હાઓમાં નાસતો-ફરતો હોય. જેથી રાજસ્થાન પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા માટે વિનંતી કરતા રાજસ્થાન પોલીસ પાસે આરોપીની તમામ પ્રકારની હકીકત એકઠી કરી આરોપીને ઝડપી ફરવા માટે ગુજરાતના સુરત પોલીસને જાણકારી આપવામાં આવી હતી ત્યારે સુરત પોલીસે આ મામલે વર્કઆઉટ કર્યા બાદ તપાસ કરી હતી.

    જેમાંરાજસ્થાન રાજ્યના ચીતોડગઢ, જેસલમેર, તથા કોટા જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ નાર્કોટીક્સના તથા ખુનની કોશીષના ગુન્હાઓમાં નાસતો ફરતો આરોપી રાજસ્થાનનો મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ માફિયા નેસુરત રેલ્વે સ્ટેશન બહાર વોચ ગોઠવી આરોપી ભગવતીપ્રસાદ ઉર્ફે ભાગીરથ જાની ઉર્ફે ભાગી જોરારામ બિસ્નોઈ ઉ.વ.૪૪, રહે: ૨૧,શિવશક્તિ નગર, એમ.ઈ.એસ. પાવર હાઉસની પાસે, એરફોર્સ જી:જોધપુર, (રાજસ્થાન) તથા ગેનીરો કી ઢાણી, રામદેવ નગર, ભોજાકોર, જિ:જોધપુર, (રાજસ્થાન)વાળાને ઝડપી પાડવામાં આવેલ છે.

    આરોપીની પુછપરછ કરતા આરોપીએ જણાવેલ કે, પોતે સરકારી ઠેકા મેળવી સને-૨૦૦૨ થી ૨૦૧૫ સુધી અફીણ ડોડાનો ભુકો (પોપી સ્ટ્રો પાવડર)ની ખરીદ કરી નાના વેપારીઓને વેચાણ કરતો હતો. પરંતુ સને-૨૦૧૫ થી સરકારે ઠેકા ઉપર પ્રતિબંધ મુકી દેતા પોતે ચોરી છુપીથી અફીણ ડોડાનો ભુકો (પોપી સ્ટ્રો પાવડર) મંગાવતો હોવાની કબુલાત કરેલ અને તેના વિરૂધ્ધમાં રાજસ્થાનમાં ચીતોડગઢ, જેસલમેર, તથા કોટા જિલ્લાઓમાં નાર્કોટીક્સના ગુન્હાઓ દાખલ થયેલ હોય અને તેને રાજસ્થાન પોલીસ શોધતી હોય જેથી પોતે પોલીસથી બચવા નાસતો ફરતો હતો.

    આ પણ વાંચોઃ-ગીર સોમનાથઃ શિરવાણ ગામમાં હુસેન બ્લોચની કુહાડીના ઘા મારી હત્યા, દિનુ મીર અને ફિરોઝ મકવાઝાની ધરપકડ

    અને પોતાના પુત્રના લગ્ન હોય જેથી લગ્નની ખરીદી કરવા માટે સુરત ખાતે આવેલ હોવાની કબુલાત કરેલ છે જોકે આરોપીને સુરત પોલીસે રાજસ્થાન પોલીસના હવાલે કર્યો છે અને સાથે સાથે આરોપીને ગુનેગાર ઇતિહાસ જોવા જઈએ તો તેના પર અસંખ્ય ગુનામાં વોન્ટેડ હોવા સાથે બે જેટલા ગુનામાં તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાની વિગતો સામે.

    આ પણ વાંચોઃ-ખેડાઃ જમીન મુદ્દે ખેલાયો ખૂની ખેલ! ગળા ઉપર ધારિયાના ઘા કરી યુવકને રહેંસી નાંખ્યો

    આરોપી નીચેના ગુન્હાઓમાં નાસતો ફરતો હતો:-
    (૧) ચીતોડગઢ જિલ્લાના કોટાના કેન્દ્રીય નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના તા.૦૧/૦૬/૨૦૨૦ ના રોજ કોટા હાઈવે ઉપરથી એક ટ્રકને પકડવામાં આવેલ હતો અને જેમા હળદરની અંદર છુપાવેલ ૫૮.૨૦૦ કિવંટલ અફીણ ડોડાનો ભુકો (પોપી સ્ટ્રો પાવડર) કિ.રૂ.,૧,૭૪,૬૦,૦૦૦/-ની કિંમતનુ પકડવામાં આવેલ હતુ. જે ગુન્હામાં આરોપી નાસતો ફરતો હતો.
    (૨) ચીતોડગઢ જિલ્લા મંગલવાડ વિસ્તારમાં ટ્રકની અંદર ઘઉ ભરેલ ગુણીની પાછળ છુપાવેલ ૪૩ કિવંટલ ૪૮ કિલો અને ૮૦૦ ગ્રામ અફીણ ડોડાનો ભુકો (પોપી સ્ટ્રો પાવડર) કિ.રૂ.,૧,૩૦,૪૬,૪૦૦/-નુ પકડવામાં આવેલ હતુ. જે ગુન્હામાં આરોપી નાસતો ફરતો હતો
    (૩) જેસલમેર જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશનના હત્યા પ્રયાસ ના ગુન્હામાં નાસતો ફરતો હતો.
    (૪) ચીતોડગઢ જિલ્લા શંભ્ભુપુરા પો.સ્ટે. ગુન્હામાં કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરી તેના વિરૂધ્ધ પકડ વોરંટ ઈસ્યુ કરેલ છે.

    આ પણ વાંચોઃ-સુરતઃ ચોરને મળ્યું વિચિત્ર મોત! દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા બે ચોર મજૂરો જાગતા ભાગ્યા, એક ધાબા પરથી નીચે પટકાયો

    આ ઉપરાંત
    આરોપીનો ગુન્હાહીત ઇતીહાસ:-
    (૧) જોધપુર જિલ્લા દેચુ પો.સ્ટે. ૨૦૦૮ આર્મ્સ એક્ટ ગુનામાં સંડોવાયેલ હતો
    (૨) અજમેર જિલ્લાના મંગલીયાવાસ પો.સ્ટે. અત્યારના ગુનામાં અને નશીલા પદાર્થના વિચાર ના ગુનામાં પણ સંડોવાયેલો હોવાની વિગતો
    Published by:ankit patel
    First published:

    Tags: Crime news, Gujarati News News, Surat news, ડ્રગ્સ માફિયા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन