પક્ષ પલટો કરનારા નેતાઓને લોકોએ જાહેરમાં મારવા જોઈએ : હાર્દિક પટેલ


Updated: March 17, 2020, 3:48 PM IST
પક્ષ પલટો કરનારા નેતાઓને લોકોએ જાહેરમાં મારવા જોઈએ : હાર્દિક પટેલ
હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)

રાજદ્રોહ કેસ : કોરોના વાયરસની દહેશત વચ્ચે હાર્દિક પટેલે માસ્ક પહેરીને કોર્ટમાં હાજરી પુરાવી

  • Share this:
સુરત : રાજદ્રોહના ગુના (Sedition case) માં વરાછા અને સરથાણા કેસમાં વૉરંટ નીકળ્યા બાદ હાર્દિક પટેલ (Hardik Patel)આજે સુરતની કોર્ટ (Surat Court)માં હાજર રહ્યો હતો. આ દરમિયાન હાર્દિક પટેલે કોરોના વાયરસના (Coronavirus Threat)ડરને પગલે માસ્ક પહેરી રાખ્યું હતું. આ પ્રસંગે હાર્દિકે જણાવ્યું હતું કે, રાજ્યસભા (Rajya Sabha Election)ની ચૂંટણીમાં ધારાસભ્યો સીએમના બંગલે (CM Vijay Rupani House) રૂપિયા 50 કરોડમાં વેચાય છે. સાથે જ તેણે એવું પણ કહ્યું હતું કે પક્ષ પલટો કરનારને લોકોએ જાહેરમાં મારવા જોઈએ. કોરોના વાયરસના ખતરાના પગલે સરકારે સ્કૂલ-કૉલેજો અને સિનેમાઘરોને બંધ કરાવ્યા છે ત્યારે વિધાનસભા ચાલુ હોવા મામલે હાર્દિકે જણાવ્યું કે, ભાજપ ગુજરાતની વિધાનસભા ચાલુ રાખીને શું સાબિત કરવા માંગે છે?

રાજ્યસભાની ચૂંટણીને અનુસંધાને કૉંગ્રેસે પોતાના ધારાસભ્યોને રાજસ્થાન ખસેડ્યા છે તે અંગે બોલતા હાર્દિકે જણાવ્યું કે, "મુખ્યમંત્રીના બંગલે જ રૂપિયા 50 કરોડમાં ધારાસભ્યો વેચાય છે તે લોકશાહી માટે શરમજનક વાત છે. લોકોએ હવે જાગૃત થવાની જરૂર છે. લોકોએ ચૂંટેલા ધારાસભ્ય પછી તે ભાજપના હોય કે પછી કૉંગ્રેસના, પક્ષપલટો કરનાર નેતાઓને લોકોએ જાહેરમાં માર મારવા જોઈએ. લોકશાહીમાં પ્રજાના મત સાથે ચૂંટાયેલા નેતાઓ રૂપિયાની લાલચમાં જતાં રહે એ પ્રજા સાથે દ્રોહ કર્યો જ કહેવાય."

આ પણ વાંચો : સુરતીલાલાઓને નથી કોરોનાનો ભય! ડર વચ્ચે સગા-સ્નેહીઓ અને મિત્રો સાથે કરી રહ્યા છે મોજ

બધી વસ્તુઓ બંધ છે તો વિધાનસભા શા માટે ચાલુ છે?

હાર્દિકે વધુમાં જણાવ્યું કે, "લોકોએ આવા નેતાઓને પારખી લેવાની જરૂર છે. કોઈપણ પક્ષના નેતાઓ હોય તે પ્રજાના મતથી ચૂંટાયા છે. કૉંગ્રેસના નેતાઓને ખરીદવા માટે ભાજપના મુખ્યમંત્રીએ જોર લગાવવું પડે એ લોકો સાથે છેતરપિંડી કરી જ કહેવાય. કોરોનાના ખતરાને પગલે દેશમાં શાળા-કૉલેજ સહિતની તમામ વસ્તુઓ બંધ કરવાના આદેશ સરકારે આપ્યા છે ત્યારે ગુજરાતની ભાજપની સરકાર શા માટે વિધાનસભા ચાલુ રાખી છે?"

આ પણ વાંચો : Corona: ભીડ ટાળવા ભારતીય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટનો ચાર્જ 50 રૂપિયા કર્યો 

કોરોના વાયરસને લઇને સુરત કોર્ટમાં આરોપી અને પક્ષકારોની એન્ટ્રી બંધ

કોરોના વાયરસને લઇને સરકાર દ્વારા ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે. જે પ્રમાણે સરકારે લોકોને ભીડવાળી જગ્યાઓ પર જવાનું કહ્યું છે. જે અનુસંધાને આજે સુરતમાં કોર્ટ પરિસરમાં લોકોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જે લોકો આવી રહ્યા હતા તેમને ટેમ્પરેચર ગનથી તાપમાન માપીને કોર્ટ બિલ્ડિગમાં પ્રવેશ આપવામાં આવતો હતો. 37થી વધુ ડિગ્રી તાપમાન ધરાવતા લોકોને પ્રવેશ અપાયો ન હતો. સાથે જ કોર્ટમાં વિશેષ સાફ-સફાઈ કરવામાં આવી રહી છે.

બીજી તરફ વાયરસની અસર સુરત કોર્ટમાં ન થાય તે માટે વકીલ મંડળ દ્વારા સોમવારે એક બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે પક્ષકારો તથા જે તે કામના સાક્ષીઓએ નામદાર કોર્ટમાં હાજર રહેવાની જરૂર નથી. તેમજ જે તે કેસ અંગેની તારીખ વકીલને ફોન પર સંપર્ક કરીને મેળવી લેવા સાથે આરોપીને વીડિયો કોલ દ્વારા રજૂ કરવા સાથે વાંચનાલય કેન્ટિન જેવી જગ્યાઓ પર એકલા બેસવું નહીં તેવી સૂચના આપવામાં આવી છે.
First published: March 17, 2020, 3:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading