સુરત: અડાજણ બસ ડેપો સામે મેઇન રોડ પર પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા ગયેલી મનપાની ટીમ ઉપર માથાભારે દબાણકર્તાઓએ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે મનપાની ટીમને ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો. આ ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયું હતું.
અડાજણ બસ ડેપો સામે મેઇન રોડ પર પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા ગયેલી પાલિકાની રાંદેર ઝોનની ટીમ પર માથાભારે દબાણકર્તાઓએ પથ્થરમારો કર્યો હતો. દબાણકર્તાઓના હુમલાને લઇ પાલિકાની ટીમે ત્યાંથી ભાગી જવું પડ્યું હતું.
જોકે, ઘટનાને પગલે ઉચ્ચઅધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવતા બાદમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણનો સફાયો બોલાવી રસ્તો ખુલ્લો કરાયો હતો. બુધવારે મોડી સાંજે રાંદેર ઝોનની ટીમ અડાજણ બસ ડેપો સામે દબાણ દૂર કરવા માટે ગઇ હતી ત્યારે સ્થાનિક લોકોએ પાલિકાની કામગીરીનો વિરોધ કરીને ત્યાં ભેગા થઇ ઘેરાવ કર્યો હતો. જેને પગલે રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર સી.એચ.વસાવા સ્થળ પર દોડી આવ્યા હતા.
સુરત : 'તુ આ લોકો સાથે કેમ ફરે છે', મોંઢા પર પથ્થર મારી યુવકનો દાંત તોડી નાંખી, મારમાર્યો
જોકે તે પહેલા મામલો બિચકાયો હતો. દબાણકર્તાઓ પથ્થરમારો કર્યો હતો, એટલું જ નહીં પાલિકાની ટીમ પાછળ બેટનો ફટકો લઇને પણ કેટલાક માથાભારે તત્વો દોડ્યા હતા. જાહેર રોડ પર થયેલા હંગામાને લઇ સ્થાનિક પી.આઇ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ નથી. આ જ સ્થળે થોડા મહિના અગાઉ પણ પાલિકાની ટીમ ઉપર હુમલો થયો હતો.