દારૂના અડ્ડા ઉપર પોલીસ રેડ કરાવવા સુરતના લોકોએ અપનાવી અનોખી રીત

News18 Gujarati
Updated: December 4, 2019, 11:02 PM IST
દારૂના અડ્ડા ઉપર પોલીસ રેડ કરાવવા સુરતના લોકોએ અપનાવી અનોખી રીત
વાયરલ વીડિયોની તસવીર

સુરત લોકો આ દારૂના વેચાણના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે. જેને લઈને પોલીસે આ દારૂનું વેચાણ કરનારા લોકોને ત્યાં રેડ કરીને દારૂ પકડી પાડે છે.

  • Share this:
ગાંધીના ગુજરાતમાં (Gujarat) આમતો દારૂ બંધી (Alcohol ban) છે પણ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. ત્યારે આ દુષણને ડામવા માટે તંત્ર નિષ્ફળ જતા લોકો જનતા રેડ કરે છે. સુરતની (surat) જનતા અનોખી રીતે રેડ કરે છે. પછી તંત્રએ કામગીરી કરવી પડે છે.

આમ તો ગુજરાત એટલે ગાંધીના ગુજરાત તરીકે ઓળખવામાં આવે છે અહીંયા ભલે દારૂ બંધી હોય પણ દારૂ મોટા પ્રમાણમાં મળતો હોય છે. જોકે આ દારૂ બંધીને લઈને ગુજરાતમાં દારૂ પીવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે આ દુષણ દૂર કરવામાં પોલીસ સાથે તંત્ર નિષ્ફળ ગયું છે. ત્યારે આ દુષણ દૂર કરવા લોકો કાયદો હાથમાં લઈને જનતા રેડ કરે છે.

આ પણ વાંચોઃ-આ વાત ઉપર ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડી આલિયા ભટ્ટ, કહ્યું, 'હું સારી બહેન ન બની શકી'

આ પણ વાંચોઃ-629 પાકિસ્તાની યુવતીઓને દુલ્હન બનાવીને ચીનને વેચી, રિપોર્ટમાં થયો ખુલાસો

જોકે સુરતમાં દારુંનું ચાલણ સૌથી વધારે જોવા મળે છે. અહીંયા દારૂ પીવાવાળા લોકો મોટી સંખ્યામાં છે. સુરત લોકો આ દારૂના વેચાણના વીડિયો (video) બનાવી સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (viral video) કરે છે. જેને લઈને પોલીસે આ દારૂનું વેચાણ કરનારા લોકોને ત્યાં રેડ કરીને દારૂ પકડી પાડે છે.

આ પણ વાંચોઃ-વૃદ્ધ માણસની એવી વસ્તુ થઈ ગુમ, ફરિયાદ લેતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈપોલીસની કાર્યવાહી આ દારૂનું વેચાણ માત્ર 24 કલાક માટે બંધ થાય છે. જગ્યાએ પર અને એજ વેકતી દારૂનું વેચાણ કરે છે. ત્યારે ફરી લોકો આ જગ્યાનો વીડિયો બનાવીને વાયરલ કરે છે. જોકે સુરતના લોકો અનોખી રીતે જનતા રેડની જગ્યા ઉપર તંત્ર રેડ કરાવે છે.
First published: December 4, 2019, 10:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading