સુરત પીપલ્સ બેંક ઉધના બ્રાન્ચના મેનેજર પંકજ ભટ્ટ સસ્પેન્ડ

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 28, 2017, 1:53 PM IST
સુરત પીપલ્સ બેંક ઉધના બ્રાન્ચના મેનેજર પંકજ ભટ્ટ સસ્પેન્ડ
સુરતઃકિશોર ભજિયાવાલા કેસમાં સુરત પીપલ્સ બેંક ઉધના બ્રાન્ચના મેનેજર પંકજ ભટ્ટ સસ્પેન્ડ કરાયા છે. ઉધના બ્રાન્ચમાં લોકરમાંથી એક કરોડની નવી નોટો મળી હતી.બેંકમાં બોગસ લોકર ઓપરેશન, ગ્રાહકોની IDની નકલ પહોંચાડ્યાના આક્ષેપ હતા.ઈન્કવાયરી પેન્ડિંગ રાખી સસ્પેન્શનનો ઓર્ડર કરાયો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 28, 2017, 1:53 PM IST

સુરતઃકિશોર ભજિયાવાલા કેસમાં સુરત પીપલ્સ બેંક ઉધના બ્રાન્ચના મેનેજર પંકજ ભટ્ટ સસ્પેન્ડ કરાયા છે. ઉધના બ્રાન્ચમાં લોકરમાંથી એક કરોડની નવી નોટો મળી હતી.બેંકમાં બોગસ લોકર ઓપરેશન, ગ્રાહકોની IDની નકલ પહોંચાડ્યાના આક્ષેપ હતા.ઈન્કવાયરી પેન્ડિંગ રાખી સસ્પેન્શનનો ઓર્ડર કરાયો છે.

નોટબંધી બાદ કાળા નાણાંને ધોળા કરવાના ખેલમા બહાર આવેલા કિશોર ભજીયાવાલા પ્રકરણમાં જીગ્નેશ ભજીયાવાલાની ધરપકડ બાદ દોઢ મહિને સુરત પીપલ્સ બેંક દ્વારા ઉધના બ્રાંચના મેનેજર પકંજ ભટ્ટને સસ્પેન્ડ કરી દીધા છે. ઉધના બ્રાંચમા ભજીયાવાલા એન્ડ કંપનીએ બોગસ લોકર ઓપરેટ કરી તેમા નવી નોટ છુપાવી હતી.આઇટી દ્વારા તપાસ હાથ ધરવામા આવતા ભજિયાવાલા એન્ડ કંપની દ્વારા આ બેંક શાખામાં કેટલાક ખાલી લોકર ઓપરેટ કરતી હોવાનું તથા થર્ડપાટી લોકર પણ ઓપરેટ કરતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.  ઉપરાત  બેંકના ગ્રાહકોના આઇડી પ્રુફની નકલ મેળવી તથા તેના ઉપયોગથી  એચડીએફસી, બીઓબી સહિતની બેંકમાથી મોટી રકમની જૂની નોટ એકસચેન્જ કરાઇ હોવાની વિગતો બહાર આવી હતી.

ફાઇલ તસવીર

First published: January 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर